Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

બાયડ: મોડસ-કપડવંજ રોડ નજીક કાર-આઇશર વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના મોત

બાયડ: મોડાસા-કપડવંજ જતા રોડ પર બાયડ તાલુકાની સરહદે કાવઠ પાટીયા પાસે વહેલી પરોઢે કાર અને આઈશર વચ્ચે ગમખ્વાર અકસ્માતમાં ચાર યુવાનોના મોત થયાં હતા. જ્યારે ઈજાગ્રસ્તને સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. 

તા.૨૭ સપ્ટેમ્બરના રોજ રણુજાના દર્શન કરવા ગયેલા પાંચયે મિત્રો ઘરે પરત ફરતા કપડવંજથી મોડાસા જતા રોડ પર કાવઠ પાટીયા નજીક વહેલી પરોઢે કાર અને આઈશર ઓવરટેક કરવા જતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. ઘટનાની જાણ થતા કપડવંજ રૃરલ પોલીસ મથકનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. અકસ્માતમાં ચાર શખ્સોના ઘટનાસ્થળે મોત નીપજ્યાં હતા. જ્યારે એક ઈજાગ્રસ્ત સારવાર અર્થે વાત્રક ખાનગી હોસ્પિટલ ખસેડાયો હતો જયારે મૃતકોને પોસટ મોર્ટમ અર્થે કપડવંજ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ જવામાં આવ્યા હતા. માહિતી અનુંસાર તમામ મિત્રો કપડવંજ તાલુકામાં હોમગાર્ડ જવાન તરીકે ફરજ બજાવતા હતા જેઓ રણુજા દર્શન કરવા માટે ગયા હતા ત્યાથી પરત કપડવંજ ફરતા તેમનું ગંભીર અકસ્માત થયો હતો. જેમાં ચાર મિત્રોએ જીવ ગુમાવ્યો હતો.

(5:04 pm IST)