Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

વિજયનગરના લીમડા ગામે જૂની અદાવતમાં એક શખ્સને કુહાડીના ઘા જીકી હત્યા કરનાર શખ્સને અદાલતે 5 હજારનો દંડ ફટકાર્યો

વિજયનગર: તાલુકા ના લીમડા ગામે ચાર વર્ષ અગાઉ જુની અદાવતમાં એક શખ્સને કુહાડીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ હત્યા કેસમાં ઇડર કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત આરોપીને ૫૦૦૦નો દંડનો પણ આદેશ કર્યો છે.

લીમડા ગામે આરોપી સંદિપકુમાર ધુળાજીએ તેની દીકરીને અગાઉ શ્વાને બચકુ ભર્યું હતું તેની અદાવતમાં લીમડા ગામના ફરીયાદી સર્જનભાઈ કડવાભાઈ પાંડોરને ગાળો બોલતા હોવાથી તેના પુત્ર ચેતનભાઈ સર્જનભાઈ પાંડોર તથા સર્જનભાઈ આરોપીના ઘરે જઈ તુ અમને કેમ દ૨૨ોજ ગાળો બોલે છે તેમ કહેવા જતા આરોપી સંદિપકુમારે કુહાડીના ઘા ચેતનભાઈને માર્યા હતા. આ ઉપરાંત ચેતનના પિતા સર્જનભાઈ છોડાવવા વચ્ચે પડતા  પણ આરોપી સંદીપે કુહાડી મારતા સર્જનભાઈને ઇજા થઇ હતી. અને મારી નાખવાની કોશિષ કરી હતીતેમજ જાનથી મારી નાખવાની ધમકીઓ પણ  આપી હતી.  આ હુમલામાં ચેતનભાઈ સર્જનભાઈનું સારવાર દરમ્યાન મોત નીપજ્યું હતું. આ અંગેની ફરિયાદ સર્જનભાઈએ ચિઠોડા પો. મથકે નોંધાવતા પોલીસે આરોપી  સંદિપકુમાર ધુળાજી પાંડોર (૨હે.લીમડાતા.વિજયનગ૨) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આ કેસમાં ઇડર કોર્ટમાં ચાર્જશીટ મુકતા

(5:03 pm IST)