Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ટેકાના ભાવે મગફળી માટે અડધો લાખથી વધુ ખેડુતોની નોંધણીઃ સોમનાથ સૌથી મોખરે

ગીર સોમનાથમાં સૌથી વધુ ર૦પ૯૧ ખેડુતો નોંધાયાઃ બીજા ક્રમે ૧૧૦૭૧ નોંધણી સાથે રાજકોટ જીલ્લો : લાભ પાંચમથી મણના રૂ. ૧૧૧૦ લેખે ખરીદી

રાજકોટ, તા., ર :  ગુજરાત સરકાર દ્વારા નાગરિક પુરવઠા નિગમ દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાતને નોંધપાત્ર પ્રતિસાદ મળ્યો છે. ગઇકાલથી આજે બપોર સુધીમાં અડધો લાખથી વધુ ખેડુતોએ ઓનલાઇન નોંધણી કરાવી છે. સરકાર લાભ પાંચમથી ૧૦૦ કિલોના રૂ. પપપ૦ લેખે ખરીદી શરૂ કરશે. પુરવઠા નિગમના કાર્યકારી એમ.ડી. તુષાર ધોળકિયા અને વહીવટી નિયામક સંજય મોદીના માર્ગદર્શન હેઠળ ખરીદી પૂર્વેની તૈયારી આવી રહી છે.

આજે બપોરે ૧ વાગ્યા સુધીમાં બન્ને દિવસની મળીને ગિર સોમનાથ જિલ્લાની નોંધણી ર૦પ૯૧ થઇ છે. ૧૧૦૭૧ ખેડૂતોની નોંધણી સાથે રાજકોટ જિલ્લો બીજા ક્રમે રહ્યો છે. ત્રીજા ક્રમે સાબરકાંઠા જિલ્લો છે જયાં ૩૬પ૩ ની નોંધણી થઇ છે. જુનાગઢ જિલ્લામાં ૪૯પ૪ અને અરવલ્લી જિલ્લાના ર૧પ૦ ખેડૂતો નોંધાયા છે. બધા જિલ્લાઓની મળીને આજે બપોર સુધીમાં કુલ ૪૮૯૮૮ ખેડૂતોની ઓનલાઇન નોંધણી થઇ છે. નોંધણી પ્રક્રિયા તા. ૩૧ ઓકટોબર સુધી ચાલનાર છે. ગયા વર્ષ ૧,૦૯,૬પર ખેડૂતોએ સરકારને ટેકાના ભાવે મગફળી વેંચી હતી.

(4:01 pm IST)