Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

ગુજરાત ફૂડ એન્ડ ડ્રગ્સ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશને ગામા ઉડાન ૨૦૨૧ દરમિયાન પોર્ટલ Ayudmla લોન્ચ કરી

ગુજરાત આયુર્વેદિક મેડિસિન મેન્યુફેકચરર એસોસિયેશને 'ગામા ઉડાન ૨૦૨૧: આયુર્વેદિક ઉદ્યોગના પડકારો, તકો અને અવકાશ'નું આયોજન કર્યુ : ગુજરાતભરના ૩૫૦થી વધુ આયુર્વેદિક ઉદ્યોગકારોએ આ ઈવેન્ટમાં ભાગ લીધોઃ ગુજરાતમાં આયુર્વેદ, સિદ્ઘ અને યુનાની દવાઓના ૬૫૦થી વધુ ઉત્પાદકો છેઃ

અમદાવાદ, તા.૨: ગુજરાતમાં આયુર્વેદિક ઉદ્યોગની વૃદ્ઘિ, રેકોર્ડ્સનું ડિજિટલાઇઝેશન, ઓનલાઇન લાઇસન્સિંગ, ઝડપી ઉત્પાદન મંજૂરીઓ માટે એક મોટી પહેલ આદરતાં ફૂડ એન્ડ ડ્રગ કંટ્રોલ એડમિનિસ્ટ્રેશન, ગુજરાત દ્વારા આયુર્વેદિક દવાઓ માટે Ayudmla ઓનલાઇન પોર્ટલ લોન્ચ કરવામાં આવ્યું છે. આ સાથે, ગુજરાત આયુર્વેદિક ઉદ્યોગ માટે આ સુવિધાઓ આપનાર ભારતનું પ્રથમ રાજય બન્યું છે. આ પોર્ટલ GAAMA - UDAN 2021ના એક ઇવેન્ટ દરમિયાન લોન્ચ કરવામાં આવ્યું હતું.

ગુજરાત આયુર્વેદ ઔષધ ઉત્પાદક સંદ્ય (GAAMA) દ્વારા ૧૮ સપ્ટેમ્બર, ૨૦૨૧ ના   રોજ અમદાવાદમાં ગામા ઉડાન ૨૦૨૧ૅં આયુર્વેદિક ઉદ્યોગની મુશ્કેલીઓ, તકો અને અવકાશ પર ધ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત એફડીસીએના કમિશનર ડો. હેમંત કોશિયા, ગુજરાત એફડીસીએના જોઈન્ટ કમિશ્નર-આયુર્વેદ ડો. કમલેશભાઈ ભટ્ટ, ગુજરાત એફડીસીએના ટેકિનકલ ઓફિસર-આયુર્વેદ શ્રી આનંદ મહેતા અને શ્રીમતી પ્રિયંકા શાહ આ લોન્ચિંગ દરમિયાન હાજર રહ્યા હતા. સમગ્ર ગુજરાતમાં ૩૫૦થી વધુ આયુર્વેદિક ઉદ્યોગપતિઓએ ભાગ લીધો હતો.

આયુર્વેદિક ઉદ્યોગ આગામી ત્રણ-ચાર વર્ષમાં મોટી છલાંગ મારવા જઈ રહ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૫માં ભારતથી આયુર્વેદિક અને હર્બલ પ્રોડકટ્સની નિકાસો વધીને ૮૦ કરોડ ડોલર થવાની સંભાવના છે જે નાણાંકીય વર્ષ ૨૦૨૦માં ૪૨.૮ કરોડ ડોલર હતી.

(ગામા) એક બિન સરકારી, બિન-નફાકારક સંસ્થા છે. ગુજરાતના આયુર્વેદ વ્યવસાય અને ઉદ્યોગનો અવાજ રજૂ કરતા ગામાની સ્થાપના આયુર્વેદના સર્વાંગી વિકાસ અને સંશોધનને પ્રોત્સાહન આપવા અને આવી સંબંધિત પ્રવૃત્ત્િ।ઓને વેગ આપવા માટે કરવામાં આવી હતી. નીતિને પ્રભાવિત કરવાથી લઈને ચર્ચાને પ્રોત્સાહિત કરવા, નીતિ નિર્માતાઓ અને નાગરિક સમાજ સાથે જોડાવા સુધી, ગામા ઉદ્યોગના મંતવ્યો અને ચિંતાઓ રજૂ કરે છે. આ સંગઠન ક્ષેત્રોમાં અને ઉદ્યોગમાં નેટવર્કિંગ અને સર્વસંમતિ નિર્માણ માટે એક મંચ પણ પૂરું પાડે છે.

(3:10 pm IST)