Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

અમદાવાદથી ગાંધીનગર જવા વધુ એક બ્રિજ ટુંકસમયમાં ખુલ્લો મુકાશે : ટ્રાફિકથી મોટી રાહત

તાજેતરમાં જ વૈષ્ણોદેવી ઓવરબ્રીજ ખુલ્લો મુકાયા બાદ

ગાંધીનગર, તા.૨: અમદાવાદથી ગાંધીનગર જતા લોકો માટે ખુશીના સમાચાર છે. હવે એસ.જી. હાઈ-વે પર વધુ એક ઓવરબ્રીજ પૂર્ણતાના આરે છે ત્યારે ખૂબ જ જલ્દી આ બ્રીજને શહેરીજનો માટે ખુલ્લો મુકવામાં આવે આવે તેવું મનાઈ રહ્યું છે.

અમદાવાદનો સતત વ્યસ્ત રહેતો રોડ એટલે એસ.જી. હાઈ-વે, જ્યાં શહેરીજનોએ ટ્રાફિકની સમસ્યાને કારણે અનેકવાર મુશ્કેલીમાં મુકાવવું પડતું હોય છે ત્યારે હવે ટૂંક સમયમાં જ સરખેજથી ગાંધીનગરના અડાલજને જોડતા બ્રીજને ખુલ્લા મુકવામાં આવશે, કેમ કે આ બ્રીજનું કામ હવે પૂર્ણતાને આરે આવી ગયું  છે આ હાઈ-વે અમદાવાદ શહેરના ટ્રાફિકને ધ્યાને રાખીને બનાવાયો છે પણ જેમ શહેરમાં વાહનોની સંખ્યા વધી અને ટ્રાફિક સમસ્યાને જોતા એસ.જી. હાઈ-વેને ટ્રાફિક ફ્રી કરવા સરકારે એક બાદ એક અનેક બ્રિજનું નિર્માણ કર્યું છે.

તાજેતરમાં જ વૈષ્ણોદેવી ઓવરબ્રીજ ખુલ્લો મુકવામાં આવ્યો છે અને હવે સોલાથી ચાણક્યપુરી સુધીનો ૨ કિમી લાંબો ઓવરબ્રીજ ૯૦ ટકા તૈયાર થઈ ગયો છે. ઓવરબ્રીજનું કામ પૂર્ણતાના આરે છે ત્યારે હવે આ બ્રીજને ટૂંક સમયમાં ખુલ્લો પણ મુકવામાં આવી શકે છે. આ બ્રીજ સોલાથી શરૂ થઈને ચાણક્ય પુરી સુધી બનાવાયો છે આ ૨ કિમીના અંતરમાં વચ્ચે હાઈકોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલ આવી જાય છે જેથી આ બન્ને સ્થળોએ ટ્રાફિકનું ભારણ ઘટશે.

(3:10 pm IST)