Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

IEEMAના પ્રમુખ બનતા વિપુલ રાયઃ નવા હોદેદારોની નિમણુંક

ધ ઇન્ડીયન ઇલે.એન્ડ ઇલેકટ્રોનિકસ મેન્યુ.એસો.ની એજીએમ યોજાઇ : રોહિત પાઠક, સીઈઓ, બિરલા કોપર- હિંદુસ્તાન ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને હમઝા અર્સીવાલા, ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર સ્ટેલમેક લિમિટેડે વાઈસ પ્રેસિડેન્ટ તરીકે નો હોદ્દો સંભાળી લીધો

વડોદરા, તા.૨: ઈન્ડિયન ઈલેકટ્રીકલ ઈકિવપમેન્ટ મેન્યુફેકચરીંગ ઉદ્યોગના મધ્યસ્થ એસોસિએશન, ધ ઈન્ડિયન ઈલેકટ્રીકલ એન્ડ ઈલેકટ્રોનિકસ મેન્યુફેકચરર્સ એસોસિએશન (આઈઈઈએમએ) સહર્ષ જાહેર કરે છે કે શ્રી વિપુલ રાય - મેનજીંગ ડિરેકટર, એલમેકસ કન્ટ્રોલ્સ પ્રાઇવેટ લિમિટેડ વડોદરાએ આઈઈઈએમએના વર્ષ ૨૦૨૧-૨૨ના નવા પ્રમુખ તરીકેનો હોદ્દો અહીં યોજાયેલ સંસ્થાની વાર્ષિક સાધારણ સભામાં સંભાળી લીધો છે. અન્ય હોદ્દેદારોમાં શ્રી રોહિત પાઠક- સીઈઓ, બિરલા કોપર (હિંદાલકો ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ) સિનિયર વાઈસ પ્રેસિડેન્ટ તરીકે અને શ્રી હમઝા અર્સીવાલા- ચેરમેન અને મેનેજીંગ ડિરેકટર, સ્ટેલમેક લિમિટેડે પણ વર્ષ ૨૦૨૧-૨૨ના વાઈસ પ્રેસિડેન્ટસ તરીકે હોદ્દો સંભાળી લીધો છે.આઈઈએમએના પોતાના વિઝન અને અગ્રતા અંગે વાત કરતાં શ્રી વિપુલ રાયએ જણાવ્યું  હતું કે ઙ્કભારત એનર્જી ટ્રાન્ઝીશનમાંથી પસાર થઈ રહ્યું છે તેના પરિણામ સ્વરૂપ ઈન્ડિયન ઈલેકટ્રીકલ અને સંલગ્ન ઈલેકટ્રોનિકસ ઉદ્યોગમાં પણ દ્યણી બધી તકો ઉભી થશે. મારા મત મુજબ ડીજીટલ પરિવર્તન, સંશોધન અને વિકાસ તથા ગુણવત્ત્।ા, ઈનોવેશન, ઈન્વેસ્ટમેન્ટ આગળ જતાં મહત્વના પ્રેરકબળ બની રહેશે. આંતરરાષ્ટ્રીય બજારમાં નિકાસ વૃધ્ધિથી આપણે ઉંચા નિશાન હાંસલ કરી શકીશું. રાષ્ટ્રીયઅગ્રતાઓની સાથે ચાલીને આત્મનિર્ભર ભારત, વોકલ ફોર લોકલ અને લોકલ ફોર ગ્લોબલ મહત્વના બની રહેશે. આથી આઈઈઈએમએ આ બધા ઉપર કંપની અને કામગીરીના સ્તરે ધ્યાન કેન્દ્રિત કરીને પોતાના સભ્યો સાથે મળીને આંતરરાષ્ટ્રીય બજારો સુધી પહોંચવા માટેની સ્પર્ધાત્મકતાનું નિર્માણ કરશે. આપણે ચોક્કસપણે આપણાં સભ્યો માટે 'ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ' માટે સરકાર સાથે પરામર્શ કરતાં રહીશું.હું અને મારી ટીમ મજબૂત, તંદુરસ્ત અને ગતિશીલ ભારતીય ઈલેકટ્રીકલ ઈકિવપમેન્ટ ઉદ્યોગના નિર્માણ માટે સમગ્ર વેલ્યુ ચેઈનને આવરી લઈ વીજ ઉત્પાદન, ટ્રાન્સમિશન અને વિતરણના ઈકિવપમેન્ટસ માટે કામ કરતા રહીશું.પરિવર્તન અંગે નોંધ લેતાં આઈઈઈએમએના ડિરેકટર જનરલ કુ. ચારૂ માથુરે જણાવ્યું હતું કે અમે શ્રી વિપુલ રાયના નેતૃત્વથી આનંદિત અને આશાવાદી છીએ. તે વ્યાપક આંતરરાષ્ટ્રીય અનુભવ, સ્ટાર્ટ-અપ્સ માટે ધગશ, ઈનોવેશન અને ટેકનોલોજીનો અનુભવ ધરાવે છે. ખૂબ જ મહત્વના તબક્કે  આ બધુ તેમને ખૂબ સારી રીતે અપવાદરૂપ સ્થાને મૂકે છે.

(3:09 pm IST)