Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં એસજીવીપી ગુરુકુલમાં ગાંધીજી જયંતીના દિને

સુદર્શન મહાયજ્ઞ - સ્વચ્છતા અભિયાન

અમદાવાદ તા. ૨ ભારતની વૈદિક પરંપરામાં જુદા જુદા હેતુ માટે વિવિધ પ્રકારના યજ્ઞોનું વિધાન કરેલું છે. તેમાં જેમ સુવર્ણની દ્વારિકા નગરીને ભગવાન શ્રીકૃષ્ણના સુદર્શન ચક્રનું અભેદ સુરક્ષા કવચ હતું, તે રીતે માનવ જીવનમાં આધિ, વ્યાધિ અને ઉપાધિમાં અનેકવિધ અનિષ્ટોથી રક્ષણ કરનાર એવા સુદર્શન યાગનું પણ વિધાન કરવામાં આવેલ છે.

         એસજીવીપી શ્રી સ્વામિનારાયણ  ગુરુકુલ- SGVPમાં શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની ઉપસ્થિતિમાં, રાષ્ટ્રની સમૃધ્ધિની વૃદ્ધિ થાય, સદગુરુ સંતોની આયુષ્ય વૃદ્ધિ થાય, શત્રુ પરાજય  થાય, રોગ નિવારણ થાય, બ્રહ્મતેજની વૃદ્ધિ થાય તેવા શુભ હેતુથી, ગાંધી જયંતીના દિવસે ગુરુકુલની વિશાળ યજ્ઞશાળામાં, દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના પ્રધાનાચાર્ય શ્રી રામપ્રિયજી તેમજ પ્રાધ્યાપકશ્રી  લક્ષ્મીનારાયણજી, ભગીરથભાઇ ત્રિવેદી અને જોષી ચિંતનભાઇના માર્ગદર્શન નીચે સુદર્શન યાગ કરવામાં આવેલ.

    જેમાં ‘સુદર્શનાય વિદ્મહે મહાજ્વાલાય ધિમહિ તન્નઃ ચક્ર: પ્રચોદયાત્ ।‘ એ ૨૦૧ સુદર્શન ગાયત્રી મંત્રોચ્ચાર સાથે ઘી, જવ, તલ અને વિશેષમાં ૧૦૮ ઔષધીઓ,વગેરેથી અગ્નિનારાયણને આહુતિઓ આપવામાં આવી હતી

આ પ્રસંગે દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના ૧૮૦ ઋષિકુમારો, સંતો અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.

ગાંધી જયંતી હોવાથી, શાસ્ત્રી માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સ્વચ્છતા અભિયાન કરવામાં આવેલ જેમાં દર્શનમ્ સંસ્કૃત મહાવિદ્યાલયના તમામ ઋષિકુમારો જોડાયા હતા.

 

(1:11 pm IST)