Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

સાણંદ ભારતીય જનતા પાર્ટી દ્વારા મુક્તિધામની સફાઈ કરવામાં આવી

ભારતીય જનતા પાર્ટી સાણંદ શહેર દ્વારા ગાંઘી જંયતી નિમિત્તે સફાઈનો કાર્યક્રમ કરવામાં આવ્યો

(વંદના નીલકંઠ વાસુકિયા) વિરમગામ : ભારતીય જનતા પાર્ટી સાણંદ શહેર દ્વારા ગાંઘી જંયતી નિમિત્તે સાણંદ મુક્તિધામ ખાતે મુક્તિ ધામની સફાઈ નો કાર્યક્રમ કરવામાં આવેલ હતો જેમાં સાણંદ શહેર ભાજપ ના સંગઠન ના હોદેદારો, પ્રદેશ ના આગેવાનો તથા મહિલા મોરચા, યુવા મોરચા, બક્ષીપંચ મોરચા તથા અનુસચિત જાતિના હોદ્દેદારો, પદાધિકારીઓ તથા કાર્યકતાઓ હાજર રહ્યા હતા. સમગ્ર મુક્તિ ધામના સંકુલની સાફ સફાઈ કરવામાં આવી હતી. (તસવીર : ચિરાગ પટેલ - સાણંદ)

(1:01 pm IST)