Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પહેલી ચૂંટણીલક્ષી પરીક્ષા હશે

ગાંધીનગર મનપાની ચૂંટણી માટે મતદાનઃ ભાજપ-કોંગ્રેસ અને આપ વચ્ચે ટક્કર

ગાંધીનગર મહાનગરપાલિકામાં ઘણા વર્ષોથી કોંગ્રેસનો મજબૂત મતદાર આધાર રહ્યો છે

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર,તા.૨: રાજયના પાટનગર ગાંધીનગરના મતદારો રવિવારે પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે, કારણ ગાંધીનગર મહાનગરપાલિકા (જીએમસી)ની ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. ભાજપ ખૂબ ઓછી બહુમતી સાથે મહાનગરપાલિકાની સત્ત્।ામાં રહી છે, જયારે ઘણા વર્ષોથી કોંગ્રેસનો મજબૂત મતદાર આધાર રહ્યો છે.

ગાંધીનગર અને મહાનગરપાલિકાની હદની અંદર સામેલ કેટલાક પાડોશી ગામોમાં હાલમાં જ સીમાંકન લાગુ કરવામાં આવ્યું હોવાથી, ભાજપને મહાનગરપાલિકામા મોટો લાભ થશે તેવુ લાગી રહ્યું છે.

ચૂંટણીના મેદાનમાં આમ આદમી પાર્ટીના (AAP) પ્રવેશથી જીએમસીની હરીફાઈમાં એક નવું પરિમાણ ઉમેરાયું છે, જયાં પરંપરાગત રીતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બેઠકોની વહેંચણી થતી આવી છે. આ અઠવાડિયાની શરૂઆતમાં ગાંધીનગરમાં રોડ શો કરનારા AAPના નેતા મનીષ સિસોદિયાએ દાવો કર્યો હતો કે, તેમની પાર્ટી રાજયના પાટનગરની ચૂંટણીમાં જીત મેળવશે.

જીએમસીની ચૂંટણી મહત્વપૂર્ણ છે કારણ કે તે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલની પહેલી ચૂંટણીલક્ષી પરીક્ષા હશે. કેન્દ્રિય ગૃહમંત્રી અમિત શાહ ગાંધીનગર લોકસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે અને જીએમસી એ ગાંધીનગરના મોટા લોકસભા મતવિસ્તારનો ભાગ છે. મહત્વનું છે કે, ગાંધીનગર શહેરમાં મોટી સંખ્યામાં સરકારી કર્મચારીઓ રહે છે. જીએમસીની પહેલી ચૂંટણી ૨૦૧૧માં યોજાઈ હતી અને કોંગ્રેસે બહુમતી મેળવી હતી. જો કે, મેયર સહિત ત્રણ કાઉન્સિલરે ભાજપમાં સામેલ થઈને જીએમસીની સત્ત્।ા આપી હતી. ૨૦૧૬ની ચૂંટણીમાં પણ, ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટાઈ થઈ હતી. એક કાઉન્સિલર ભાજપમા સામેલ થયા હતા અને મહાનગરપાલિકાની સત્ત્।ા અપાવી હતી.

(11:19 am IST)