Gujarati News

Gujarati News

News of Saturday, 2nd October 2021

કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીમાં થયેલા નુકશાન બાબતે સ્થળ મુલાકાત લેતા સાંસદ અને પાલીકા પ્રમુખ

( ભરત શાહ દ્વારા )  રાજપીપળા : બે દિવસ પહેલા કરજણ ડેમમાંથી છોડાયેલા પાણીના કારણે કરજણ ઓવરો અને નદી કાંઠાના ખેતરોમાં મોટું નુકશાન થતા આજરોજ સાંસદ મનસુખભાઇ વસાવા અને પાલીકા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલે તમામ નુકશાન થયેલા સ્થળોની મુલાકાત લઈ નિરીક્ષણ કર્યુ હતું.

જેમાં સાંસદ મનસુખભાઇ એ કરજણ ડેમમાંથી કોઇ આયોજન વિના આડેધડ પાણી છોડવા બાબતે ડેમના અધિકારીઓને જવાબદાર ગણાવી આ બાબતે કલેકટરને રજુઆત કરી બીજી વાર આમ ન બને તે માટે કાળજી લેવા જણાવ્યું હતું અને જે ખેડૂતોને નુકશાન થયું છે તેનો સર્વે કરી વળતર અપાવવા પણ સરકાર માં રજુઆત કરશે તેમ જણાવ્યું હતું.જ્યારે નગરપાલીકા પ્રમુખ ફૂલદીપસિંહ ગોહિલે પાણીના કારણે થયેલા નુકશાન બાબતે ચિંતા વ્યક્ત કરી સરકારી ઓવરાની મરામત માટે પાલીકા તરફથી જે પણ કાર્યવાહી કે તજવીજ કરવાની હશે તે માટે પાલીકા દ્વારા પૂરો સહકાર આપવા જણાવ્યું હતું.

(10:16 pm IST)