Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

ઈ સ્ટેમ્પિંગ બંધ કરો : સરકારનાં નિર્ણયનાં વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોના ગાંધીનગરમાં ધરણા :ઉગ્ર અંદોઅલનની ચીમકી

શિક્ષણ પ્રધાનના ખાદીના કાર્યક્રમમાં સ્ટેમ્પ વેન્ડરોએ પ્લે કાર્ડ બતાવીને વિરોધ કર્યો

ગાંધીનગર : રાજ્ય સરકાર દ્વારા ઈ સ્ટેમ્પીંગ સિસ્ટમ શરૂ કરાતા ફીઝીકલ સ્ટેમ્પિંગ કરનારાઓની હાલત કફોડી બની છે. સરકારના નિર્ણયના વિરોધમાં સ્ટેમ્પ વેન્ડરોએ ગાંધીનગરમાં ધરણા યોજ્યા હતા. શિક્ષણ પ્રધાનના ખાદીના કાર્યક્રમમાં સ્ટેમ્પ વેન્ડરોએ પ્લે કાર્ડ બતાવીને વિરોધ કર્યો હતો.. જોકે દેખાવકારોને જોઈને શિક્ષણપ્રધાને રસ્તો બદલ્યો હતો.

વિરોધ પ્રદર્શન કરતા લોકોએ જણાવ્યું કે ઈ સ્ટેમ્પીંગમાં આવકનો દર ઓછો છે જ્યારે ફિઝીકલ સ્ટેમ્પમાં 77 પૈસા મળે છે. આગામી સમયમાં સરકાર આ મુદ્દે હકારાત્મક વલણ નહી અપનાવે તો તમામ વેન્ડરો ઉગ્ર આંદોલન કરશે.

(9:44 pm IST)