Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

શંખલપુરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા પંચાયત દ્રારા ગામના 1800 જેટલા ઘરોને કાપડની થેલીનું વિતરણ

પ્લાસ્ટીકને ગામવટો આપવાની નેમ સાથે શંખલપૂર ગ્રામ પંચાયતની અનોખી પહેલ

બેચરાજી તાલુકાના ગામે પંચાયત દ્રારા ગામને પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા નવી પહેલ શરૂ કરાઇ છે. જેમાં આજે પ્રથમ તબક્કામાં ગામના 1800 ઘરદીઠ કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યુ છે..

શંખલપુરને પ્લાસ્ટીક મુક્ત બનાવવા પંચાયત દ્રારા ગામના 1800 જેટલા ઘરોને કાપડની થેલીનું વિતરણ કરવામાં આવ્યુ હતુ.  આ પ્લાસ્ટીકને ગામવટો આપવાની નેમ સાથે શંખલપૂર ગ્રામ પંચાયત દ્રારા સ્વચ્છતા ચુસ્ત આગ્રહી મહાત્મા ગાંધીજી 150મી જન્મ જયંતીથી ગામને પ્લાસ્ટીક મુક્ત ગામ બનાવવા અભિપ્રાય હાથ ધરાયું છે.

આ પ્રસંગે ટોડા માતાજી ટેમ્પલ ટ્રસ્ટના ચેરમેન કાળીદાસ પટેલ, સરપંચ ભીખીબેન પટેલ, હાઇસ્કૂલના આચાર્ય દશરથભાઇ રાવળ, પ્રાથમિક શાળાના આચાર્ય જીજ્ઞેશભાઇ પટેલ, સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો તેમજ ઉત્તરપ્રદેશના જનપદ જિલ્લાના મહિલા સરપંચો ઉપસ્થિત રહ્યા હતા.

  આ પહેલા બંને શાળાના બાળકો દ્રારા ગામમાં પ્લાસ્ટીક હટાવો પર્યોવરણ બચાવોના નારા સાથે સ્વચ્છતા રેલી કાઢવામાં આવી હતી. બાદમાં પ્લાસ્ટીક નહીં વાપરવાના સૌએ શપથ લીધા હતા. ગ્રામ પંચાયત દ્રારા ગામને પ્લાસ્ટીક મુક્ત બનાવવા ઘરદીઠ કાપડની થેલીનું વિતરણ કરાયું હતુ. જેનાથી બહેનો શાકભાજી સહિતની ખરીદી માટે આ થેલીનો ઉપયોગ કરી શકે

(9:26 pm IST)