Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

પાટણ જીલ્લા વહીવટી તંત્ર, શંખેશ્વર તાલુકા પંચાયત અને રીલાયન્સ ફાઉન્ડેશનના સંયુકત ઉપક્રમે શંખેશ્વરમા મહા શ્રમદાન અને સફાઈ અભિયાન યોજાયુ,

પાટણનો જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા અને મહા શ્રમદાન કાર્યક્રમ શંખેશ્વર મુકામે યોજાયો

પાટણ :બીજી ઓક્ટોબર 2019 મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ નિમિત્તે "સ્વચ્છ ભારત " અંતર્ગત " સ્વચ્છતા હી સેવા "કાર્યક્રમના ભાગરૂપે પાટણનો જિલ્લા કક્ષાનો સ્વચ્છતા હી સેવા અને મહા શ્રમદાન કાર્યક્રમ શંખેશ્વર મુકામે યોજાયો હતો

  કાર્યક્રમના આરંભમાં  શંખેશ્વર કન્યા તેમજ કુમાર શાળાના 600 બાળકોને ભવાઈ કાર્યક્રમ દ્વારા સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા તથા જિલ્લાના નાયબ જિલ્લા વિકાસ અધિકારી અને ખેતીવાડી અધિકારી શ્રીશૈલેષભાઈ પટેલ તેમજ શંખેશ્વર તાલુકા વિકાસ અધિકારી ડૉ. કલ્પનાબેન ચૌધરી દ્વારા લીલી ઝંડી આપી  શાળાના બાળકોની સ્વચ્છતા જાગૃતિની મહારેલીનું પ્રસ્થાન કરાવેલ હતું

   શંખેશ્વરની પીસી પ્રજાપતિ હાઈસ્કૂલમાં આયોજિત સ્વચ્છતા હી સેવા અંતર્ગત મહાશ્રમદાન કાર્યક્રમની શરૂઆત પાટણ જિલ્લા વિકાસ અધિકારી શ્રી ડી.કે. પારેખ સાહેબ ની અધ્યક્ષતામાં ઉપસ્થિત મહેમાનો દ્વારા દિપ પ્રાગટ્ય કરી કરવામાં આવેલ.  માન. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ધ્વારા કાર્યક્રમ નું હાર્દ સમજાવી સ્વચ્છતા બાબતે તકેદારી રાખવા સુંદર માર્ગદર્શન આપેલ.ત્યારબાદ ઉપસ્થિત તમામ લોકો ધ્વારા સ્વચ્છતાની જાળવણી કરવા,પ્લાસ્ટિકનો ઉપયોગ ઓછો કરવા અને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવાના શપથ ગ્રહણ કરવામાં આવ્યા હતા

   કાર્યક્રમમાં પાટણ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા કાર્યક્રમમાં  સહભાગી બનેલા એનસીસીના તેમજ કોલેજના વિદ્યાર્થીઓને ટીશર્ટ અને ટોપી નું વિતરણ કરવામાં આવેલ.તેમજ, રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સફાઈ કર્મચારીઓ તેમજ મહાશ્રમદાનમાં સહભાગી બનેલ લોકોને એપ્રોનનું  તથા શંખેશ્વર તાલુકાના આરોગ્ય વિભાગ તરફથી માસ્ક અને હાથના મોજાનું વિતરણ કરવામાં આવેલ હતા

કાર્યક્રમ દરમિયાન જાગૃતિ ના ભાગરૂપે રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા સિગ્નેચર કેમ્પેનનું આયોજન કરેલ જેમાં આ કાર્યક્રમમાં સહભાગી બનેલ તેમજ ભવિષ્યમાં શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે 300 થી વધુ લોકોએ સિગ્નેચર કરી પોતાની સહભાગીદારીતા નોંધાવેલ હતા

   આજના મહાશ્રમદાન કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રીની અધ્યક્ષતામાં નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, મામલતદાર સાહેબ , તાલુકા હેલ્થ ઑફિસરશ્રી તેમજ ઉપસ્થિત તમામ મહાનુભાવો , કર્મચારીઓ અને ગ્રામજનો સાથે લગભગ ૩૦૦ લોકો શ્રમદાન ની શરૂઆત કરેલ જેમાં શંખેશ્વર ના રાધે શોપીંગ સેન્ટર, મુખ્ય રસ્તાઓ, મેઇન બજાર ,પાડલા રોડ તેમજ કુંવારદ રોડની સફાઈ કરી અંદાજે  300 કિ.ગ્રા. જેટલા  પ્લાસ્ટિકના કચરાનું એકત્રીકરણ કરેલ હતા

કાર્યક્રમમાં લોકોને પ્રોત્સાહન પૂરું પાડતા જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા રાધે શોપીંગ સેન્ટરના તમામ વેપારી મિત્રો,સફાઈ કર્મચારીઓ તેમજ રાધે શોપીંગ સેન્ટરના ડેવલોપર્સ  સાથે ત્યાં ઉપસ્થિત તમામ લોકો સાથે મિટિંગ કરી શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે અપીલ કરેલ અને ઉપસ્થિત તમામ લોકોને સ્વચ્છતા રાખવા અને એક જ વખત ઉપયોગમાં આવતું હોય અને પછી કચરામાં જતું હોય તેવા પ્લાસ્ટિક થી બનેલી  વસ્તુઓનો ઉપયોગ ન કરવા સોગંદ લેવડાવેલ હતા

બાદમાં, તમામ અધિકારીઓ તેમજ રીલાયન્સ ફાઉન્ડેશન ની ટીમ દ્વારા શંખેશ્વર ની મુખ્ય બજારમાં જઈ સફાઈ અભિયાન હાથ ધરેલ અને બજારમાંથી પ્લાસ્ટિક કચરા નું એકત્રીકરણ કરી વેપારી મિત્રોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો વપરાશ બંધ કરવા બાબતે જાગૃત કરવા પ્રયત્ન કરેલ

કાર્યક્રમના અંતમાં શંખેશ્વર ગ્રામ પંચાયતમાં મિટિંગનું આયોજન કરેલ જેમાં આજના મહાશ્રમદાનમાં સહભાગી બનેલા તમામ સ્વયંસેવક મિત્રો સાથે જિલ્લા વિકાસ અધિકારી સાહેબ દ્વારા ચર્ચા-વિચારણા કરી , તેમજ અભિયાનને બીજી ઓકટોબરના અભિયાન તરીકે આજે પૂર્ણ ના કરતાં શંખેશ્વર ને સ્વચ્છ અને સુંદર ન બની જાય ત્યાં સુધી આવા કાર્યક્રમો કરતાં રહી લોકસહભાગીતા દ્વારા વધુ સરસ કામ કરવા માટે પ્રેરણા આપેલ હતી

આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે તાલુકા પંચાયત શંખેશ્વર રિલાયન્સ ફાઉન્ડેશન રાધનપુર સોમનાથ ચેરીટેબલ ટ્રસ્ટ શંખેશ્વર વસુંધરા ફાઉન્ડેશન શંખેશ્વર ગ્રામ પંચાયત પીસી પ્રજાપતિ હાઇસ્કુલ કન્યાશાળા તેમજ કુમાર શાળા આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ સખીમંડળો શંખેશ્વર કોલેજ શંખેશ્વર પોલીસ સ્ટેશન તેમજ મામલતદાર કચેરી તેમજ અન્ય સ્વયંસેવકોએ ખૂબ જ મહત્વનો ફાળો આપેલ છે

(7:29 pm IST)