Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતિ નીમીત્તે વિરમગામ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા

સિંગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ કે કાપડની થેલીનો ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ

 વિરમગામ : અમદાવાદ જિલ્લાના વિરમગામ શહેરમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની  150 મી જન્મ જયંતિ નિમિત્તે વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

   . વિરમગામ નગરપાલિકા દ્વારા સ્વચ્છતા એજ સેવા, પ્લાસ્ટિક મુક્ત ભારત તરફ પ્રયાણ થીમ પર જન જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી અને  લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકની જગ્યાએ કાગળ કે કાપડની થેલી નો ઉપયોગ કરી પર્યાવરણનું જતન કરવા અપીલ કરવામાં આવી હતી. વિરમગામ રેલ્વે સ્ટેશન પર કર્મચારીઓ અને કે.બી.શાહ વિનય મંદિર ના વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અંગે શપથ લેવામાં આવ્યા હતા. વિરમગામ ની કેન્દ્રીય વિદ્યાલય દ્વારા પણ જનજાગૃતિ કાર્યક્રમ દ્વારા ગાંધી જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. 

     વિરમગામના પૂર્વ ધારાસભ્ય ડૉ. તેજશ્રીબેન પટેલ દ્વારા સોશિયલ મીડિયાના માધ્યમથી લોકોને સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવા અપીલ કરતા જણાવ્યું હતું કે, 150 મી ગાંધી જયંતિ નિમિત્તે , આવો આજે સંકલ્પ કરીયે ,સ્વચ્છતા જાળવીએ  અને ડિપોઝેબલ પ્લાસ્ટિક (one time used plastic )  નો ઉપયોગ બંધ કરીયે ...પ્લાસ્ટિક જમીન માં ઓગળતું નથી , પશુઓ ખાય તો તેમના મૃત્યુ થાય છે , પર્યાવરણ ને ખૂબ નુકશાન થાય છે ...દેશહિત માં આવો, એક થઈએ.

(7:28 pm IST)