Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતમાં ફાઇનાન્સર પાસેથી 7.20 લાખના ચેક રિટર્નના કેસમાં સંડોવાયેલ આરોપી શિક્ષકને અદાલતે 6 મહિનાની કેદની સુનવણી કરી

સુરત: શહેરમાં ફાયનાન્સર પાસેથી વ્યાજે લીધેલા રૃ.7.20 લાખના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં સંડોવાયેલા આરોપી શિક્ષકને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્ર્ેટ કોર્ટે ગુનામાં દોષી ઠેરવી છ મહીનાની કેદ તથા ફરિયાદી ફાયનાન્સરને લેણી રકમ  તરીકે રૃ.7.50 લાખ વ્યાજ સહિત વળતર તરીકે ચુકવવા હુકમ કર્યો છે.

ઉધના પ્રભૂનગર ખાતે અમર નિવાસમાં રહેતા તથા ફાયનાન્સના વ્યવસાય સાથે સંકળાયેલા ફરિયાદી ધર્મેન્દ્રસિંગ અમરસિંગ હંજરાએ પોતાના પુત્રને ટયુશન કરાવવા આવતા શિક્ષક રુઝી રેજી (રે.સીતારામનગર,નવાગામ ડીંડોલી)ને વર્ષ-2016માં રૃ.7.50 લાખ વ્યાજે આપ્યા હતા. જેના પેમેન્ટની બાંહેધરી પેટે આપેલા લેણી રકમના ચેકની રકમમાંથી બે મહીના ના વ્યાજ પેટે રૃ.30 હજાર કાપીને ફરિયાદીએ રોકડા રૂ.7.20 લાખ આરોપીને આપ્યા હતા.

(5:55 pm IST)