Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd October 2019

સુરતના વેસુમાં ગલગલીયા કરાવતું કોલસેન્ટર ઝડપાયું : સાત યુવતીઓ સહીત 20 સાગરીતો પોલીસના સકંજામાં

મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ કરાવવાના નામે નાણાં ખંખેરતું : સેક્સ રેકેટ પણ ચલાવાતું હોવાની આશંકા

સુરતના વેસુ વિસ્તારમાંથી કોલ સેન્ટર ચલાવીને લોકોને ગલગલીયા કરાવી વાતોમાં ભોળવી ફ્રેન્ડશીપ કલબના નામે છેતરપિંડી કરનારી ટોળકીના 20 સાગરીતોને સાયબર ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઝડપી લીધા છે યુવતીઓ સાથે સાંઠગાંઠ કરીને ચલાવવામાં આવતા આ કોલ સેન્ટરમાં શહેરના યુવાનોને મહિલાઓ સાથે ફ્રેન્ડશીપ કરાવવાના નામે રૂપિયા પડાવવામાં આવતા હતા.

  પોલીસના હાથે ઝડપાયેલા આ તમામની હાલમાં સાયબર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસને આશંકા છે કે આ લોકો દ્વારા કોલ સેન્ટરની આડમાં સેક્સ રેકેટ પણ ચલાવવામાં આવતું હતું અને આ ટોળકી કોઇ પણ તેમના સકંજામાં આવે એટલે તેમની પાસેથી અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવરાવીને આ લોકો છેતરપિંડી કરતા હતા.

   સમગ્ર ષડયંત્ર અમરોલીના રત્ન કલાકાર યુવાન ગૌતમ જોશી સાથે થયેલી છેતરપિંડી બાદ પોલીસે કરેલી કાર્યવાહીને કારણે બહાર આવ્યું હોવાનું પણ જાણવા મળે છે. ગૌતમ જોશીને અજાણી મહિલાએ ફોન કરીને તેને વાતોમાં ભોળવી પ્રથમ ફ્રેન્ડશીપ કરવા માટે રૂપિયા 21 હજાર પડાવ્યા હતા. ત્યાર બાદ ધીમે ધીમે તેની પાસેથી રૂપિયા ખંખેરવાનું શરૂ કરીને અલગ અલગ તબક્કે અલગ અલગ નામે અંદાજે રૂપિયા પાંચ લાખથી વધારે રકમ પડાવી લીધી હતી

  . યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરાવી આપીન ફ્રેન્ડશીપ ક્લબનું કાર્ડ પણ ગૌતમ જોશીને આપવામાં આવ્યું હતું જો કે, ગૌતમને છેતરપિંડી થયાને ખ્યાલ આવતા તેણે સાયબ ક્રાઇમ પોલીસને જાણ કરી હતી. જેથી સાયબર ક્રાઇમની ટીમ દ્વારા સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો. ઝડપાયેલા તમામ પૈકી સાત યુવતીઓ અને 13 યુવાનોની હાલમાં પોલીસ દ્વારા પુછપરછ હાથ ધરવામાં આવી છે. પોલીસે વેસુના આ કોલ સેન્ટર ખાતેથી રોકડા રૂપિયા, લેપટોપ, 15 બેન્ક એકાઉન્ટ સહિતની જણસ કબજે કરવામાં આવી છે.

કોલ સેન્ટરમાંથી ઝડપાયેલામાં  કેલવીન ભાવેશ જોધાણી (રહે, આનંદધારા રો હાઉસ, મોટા વરાછા) ) હિતેશ વશરામ કાકડીયા (રહે,ઓપેરા હાઉસ મોટા વરાછા-સુરત),પ્રતિક પરશોત્તમ જોધાણી (રહે, આનંદધારા રો હાઉસ, મોટા વરાછા-સુરત), કરણ બિપીન ચૌહાણ (રહે, હરિ હરિ સોસાયટી, અનાથ આશ્રમ પાછળ, કતારગામ સુરત )

સુરજ જનાર્દન ગુપ્તા (રહે, સોમેશ્વર સોસાયટી, વેસુ વીઆઇપી રોડ-સુરત),નિરજ રાજેશ્વર પ્રસાદ (રહે, સોમેશ્વર સોસાયટી, વેસુ, વીઆઇપી રોડ-સુરત),પરશોત્તમ ગીરીશ પ્રસાદ (રહે,સોમેશ્વર સોસાયટી, વેસુ, વીઆઇપી રોડ, સુરત),સુમિત હેરૂભાઇ સત્પાલ (રહે, ખોડીયાર આશીષ એપાર્ટમેન્ટ, મગન નગર કતારગામ)

 અમરજીત અર્જુન રામ (રહે,સોમેશ્વર સોસાયટી, વેસુ, વીઆઇપી રોડ-સુરત),ધનંજય રાજરાય રાજભર (રહે, સોમેશ્વર સોસાયચી, વેસુ, વીઆઇપી રોડ સુરત)

અિનાશ વસંતલાલ સોનકર (રહે, સોમેશ્વર સોસાયટી, વેસુ, વીઆઇપી રોડ, સુરત),ટીનુ ગોવિંદ પટેલ (રહે, સોમેશ્વર સોસાયટી, વેસુ, વીઆઇપી રોડ, સુરત)

કાજલ કનુભાઇ વાઢેર, ભગીરથ સોસાયટી, એલ એચ રોડ, વરાછા સુરત),નેહા પંકજ પારેખ (રહે, અલખધણી એપાર્ટમેન્ટ, સાયણ સુરત),પ્રતિભા ઉર્ફે વિભુતી ગોરખ પાટીલ(રહે, કર્મયોગી, પિયુષ પોઇન્ટ, પાંડેસરા,),ડિમ્પલ રસીક સવાણી (રહે, ઓમ રેસીડન્સી, ખુડસદ, ),ફેરીશા મહેન્દ્ર ધનસુખલાલ પારેખ (રહે, સુર્યરથ એપાર્ટમેન્ટ, અડાજણ,સુરત),મોનિકા જસમત ખુંટ (રહે, નવકાર રેસીડન્સી, પાસોદરા-સુરત) નો સમાવેશ થાય છે

 

(9:25 pm IST)