Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

ધરમપુરની સરકારી હોસ્પિટલમાં ઍકસપાયર થયેલા ગ્લુકોઝના બાટલા ચડાવતા ભારે દેકારો

ઍક પ્રેગનન્ટ મહિલાને જુલાઇ-ર૧માં ઍકસપાયર થયેલ બાટલા ચડાવવાની ઘટના સામે આવી : જા કે નર્સે પોતાની ભૂલ કબુલ કરી : પરંતુ દર્દીના જીવને જાખમ ઉભુ થાય તેનું શું

વલસાડ: વલસાડની ધરમપુરની સરકારી હોસ્પિટલમાં એક એવી ઘટના સામે આવી છે જેણે હોસ્પિટલ અને સ્ટાફની કામગીરી મોટો પ્રશ્નાર્થ પર ઉભો કર્યો છે. જેમાં ધરમપુરના આંબોસી ગામના મોટી ભટાણ ફળિયામાં રહેતી એક પ્રસુતાને ધરમપુર સ્ટેટ હોસ્પિટલમા દાખલ કરવામાં આવ્યા હતા. પ્રસૃતિ માટે દાખલ કરાયેલા અમીતાબેનને ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવી. પણ આ બોટલ પર જુલાઈ-2021માં એક્સપાયર્ડ થઈ ગઈ હતી.આ ઘટના સામે આવતા દર્દીના સ્વજનોમાં ભારે રોષ ફેલાયો હતો.

દર્દીના સગાને જ્યારે આ બેદરકારીની જાણ થઈ તો તેમણે ફરજ પરની નર્સને જાણ કરી. જો કે ફરજ પરની નર્સે સ્વબચાવ કરતા પહેલાની શિફ્ટની નર્સે ભૂલ કરી હોવાની વાત કરી. નર્સે પોતાની ભૂલ તો કબૂલ કરી પણ આ ભૂલ કોઈ દર્દી માટે જીવલેણ સાબિત થઈ હોત..

એક તરફ હોસ્પિટલ સ્ટફાની આટલી મોટી અને ગંભીર બેદરકારી અને બીજી તરફ હોસ્પિટલના ઈન્ચાર્જ સુપરિન્ટેન્ડન્ટે માત્ર પગલાં લેવાની વાત કરીને વાતનો જાણે છેદ ઉડાડતા હોય તેવું લાગ્યું.

ધરમપુરની સ્ટેટ હોસ્પિટલમાં દર્દીને એક્સપાયર્ડ ડેડની ગ્લુકોઝની બોટલ ચઢાવવામાં આવતી હોવાનો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જે પછી સ્થાનિક જનપ્રતિનિધિઓમાં નારાજગી જોવા મળી છે.. જેમની માગ છે કે આ ભૂલ માટે જે કોઈ જવાબદાર છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે.

(10:06 pm IST)