Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

૨૦૨૨માં ગુજરાતની ચૂંટણીમાં ભાજપ દ્વારા ૧૮૨ બેઠકો જીતવાનો સી. આર. પાટીલનો આશાવાદ

કાર્યકરોની લગન અને મહેનત પર વિશ્વાસ હોવાનું પાટીલે જણાવ્યું

અમદાવાદ : ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી પ્રદેશ કારોબારીની બેઠકને સંબોધતા ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટિલે જણાવ્યું હતું કે ભાજપ 2022 માં 182 બેઠકો જીતશે તેવો કાર્યકર્તાની મહેનત જોઈ એમના ઉપર મને ભરોસો છે. આ ઉપરાંત તેમણે જણાવ્યું હતું કે તમને કોઈ જીતાડવાની જવાબદારી આપે અને જીતાડીએ એ પણ આપણી જીત છે. તેમજ સહકારી ક્ષેત્રની ચૂંટણી પણ પાર્ટી દ્રારા જ લડાશે અને મેન્ડેડ પણ અપાશે

ગુજરાતમાં કેવડીયા ખાતે મળેલી ભાજપની પ્રદેશ કારોબારીમાં રાજકીય પ્રસ્તાવ રજૂ કરવામાં આવ્યો હતો. આ પ્રસ્તાવને પ્રદેશ ઉપાધ્યક્ષ ગોરધન ઝડફિયાએ રજૂ કર્યો હતો. જ્યારે સાંસદ ડૉ.કિરીટ સોલંકી અને કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલાએ પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું.

જયારે કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલાએ જણાવ્યું હતું કે નર્મદાના દરવાજા માટે ઉપવાસ પણ નરેન્દ્રભાઈ એ કર્યા અને તે દરવાજાની ઉંચાઈ વધારવાનું કામ પણ નરેન્દ્રભાઈ એ કર્યું હતું. તેમજ આ સરદાર સાહેબ ને ઈતિહાસ માંથી ભુલાવવાનું કામ પણ કોંગ્રેસે કર્યું છે. કોંગ્રેસના લોકો એ માત્ર આંબેડકરજી નો ઉપયોગ કર્યો સાચા અર્થમાં પંચ તીર્થનું નિર્માણ કરીને મોદીજીએ સન્માન કર્યું છે.

આ પ્રસંગે કેન્દ્રીય રક્ષામંત્રી રાજનાથસિંહજી એ કાર્યકરોને સંબોધનમાં જણાવ્યું હતું કે ગુજરાતના ભાજપાનાં કાર્યકરોએ સી.આર પાટીલના નેતૃત્વમાં ટેકનોલોજીના ઉપ્યોગથી વધુ મજબૂત બની છે!” “વિપક્ષો ભાજપને ચૂંટણી જીતવાનું મશીન કહે છે, ખરેખર ભાજપ પ્રજા નો વિશ્વાસ જીતવાની જમીન છે.

(9:39 pm IST)