Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

રાજ્યમાં કોરોનાનું પૂર ઓસરવાની આરે : છેલ્લા 24 કલાકમાં નવા 10 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા : આજે પણ કોઈ દર્દીનું મૃત્યુ નથી : કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ : કુલ ૮,૧૫,૨૧૩ લોકોએ કોરોનાને હરાવ્યો

આજે રાજ્યમાં સુરત શહેર 3 કેસ, વડોદરા શહેર અને ગ્રામ્યમાં 2 - 2 કેસ અને અમદાવાદ શહેર - ગાંધીનગર શહેર અને કચ્છમાં 1 - 1 નવા કેસ નોંધાયા : રાજ્યના લગભગ બધા જિલ્લાઓ આજે પણ બન્યા કોરોના મુક્ત : જિલ્લા અને શહેરોની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ : રાજ્યમાં કોરોના ઢીલોઢફ થઈ રહ્યો છે. કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો થતા રાહતની લાગણી અનુભવાઈ છે. રાજ્યમાં છેલ્લા ઘણા દિવસોથી 20 થી પણ ઓછા નવા કેસ નોંધાઈ રહ્યાં છે. આજે નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે આજે વધુ 12 દર્દીઓ રિકવર થયા છે. રાજ્યના લગભગ તમામ જિલ્લાઓ આજે પણ કોરોનમુક્ત રહ્યા છે.

રાજ્યમાં આજે કોરોનાના નવા 10 પોઝીટીવ કેસ નોંધાયા છે જયારે વધુ 12 દર્દીઓ સ્વસ્થ થયા છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૧૩ દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આજે પણ રાજ્યમાં કોરોનાથી એક પણ દર્દીનું મોત થયું નથી. રાજ્યમાં કુલ મૃત્યુઆંક ૧૦,૦૮૧ પર સ્થિર રહ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ 98.76 ટકા છે.

રાજ્યમાં હાલ 151 એક્ટિવ કેસ છે, જેમાંથી 3 લોકો વેન્ટિલેટર પર અને 148 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં કુલ ૮,૧૫,૨૧૩ લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે 

રાજ્યમાં આજે કોરોનાના નોંધાયેલ નવા કેસમાં સુરત શહેર 3 કેસ, વડોદરા શહેર અને ગ્રામ્યમાં 2 - 2 કેસ અને અમદાવાદ શહેર - ગાંધીનગર શહેર અને કચ્છમાં 1 - 1 નવા કેસ નોંધાયા છે.

(8:07 pm IST)