Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

વડોદરામાં વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોનો વિરોધ ; ઇનઓર્બીટ મોલમાં વિવાદિત કામસૂત્ર ચોપડીનું વેચાણ

કામસુત્રની ચોપડીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ફોટો હોવાથી વિવાદ વકર્યો

વડોદરા શહેરના ગેંડા સર્કલ નજીક આવેલા ઇનોરબિટ મોલમાં કામસૂત્ર ચોપડીના વેચાણ મામલે વડોદરા વિશ્વ હિંદુ પરીષદના ધર્મ પ્રસાર સંયોજકે ગોરવા પોલીસ સ્ટેશનમાં યોગ્ય તપાસ કરવા માટેની અરજી કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે કામસુત્રની ચોપડીમાં હિન્દુ ધર્મની લાગણી દુભાય તેવા ફોટો હોવાથી વિવાદ વકર્યો છે.

વડોદરામાં વિશ્વ હિંદુ પરીષદના કાર્યકરો દ્વારા કામસુત્રની ચોપડીનો વિરોધ નોંધાવી યોગ્ય તપાસ કરવાની માંગ કરતી અરજી ગોરવા પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગીરીશભાઇ તપોધન વિશ્વ હિંદુ પરીષદમાં ધર્મ પ્રસાર સંયોજક તરીકે કામ કરે છે. તેઓને ગોરવા વિસ્તારમાં આવેલા ઇનઓર્બીટ મોલમાં આવેલા ક્રોસવર્ડ બુક સ્ટોરમાં કામસુત્રની ચોપડીનું વેચાણ થવા અંગે માહિતી મળી હતી. અને તેમાં હિંદુ દેવી દેવતાઓના અશ્લીલ ફોટા દર્શાવવામાં આવ્યા છે. આ અંગેની ખરાઇ કરવા માટે તેઓએ જાતે જ સ્ટોરમાંથી ચોપડી ખરીદી હતી.

(5:34 pm IST)