Gujarati News

Gujarati News

News of Thursday, 2nd September 2021

નર્મદા જિલ્લામાં આદિવાસી સમુદાયો તથા મહિલાઓ પર થઈ રહેલા અત્યાચારો રોકવા કલેકટર ને આવેદન અપાયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લા માં 90% વસ્તી ધરાવતા સ્થાનિક આદિવાસી ભાઈ-બહેનો નું શોષણ તથા અત્યાચારો  રોકવા બાબતે આદિવાસી યુવા શક્તિ અને આદિવાસી ટાઈગર સેના દ્વારા જિલ્લા કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે.
ડો.પ્રફુલભાઈ વસાવા ની અધ્યક્ષતામાં અપાયેલા આવેદન માં જણાવ્યા મુજબ નર્મદા જિલ્લા માં ભાજપના  હિરેન પટેલ પર ૨૫ ઓગસ્ટે તિલકવાડા તાલુકાના જેતપુર ગામ ની ૩૦ વર્ષીય અમારી આદિવાસી યુવતીને બળાત્કાર ના ભોગ બનવા બદલ 4 દિવસ બાદ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. જે ઘણા દુઃખની વાત કહી શકાય. આમ તેના વિરોધમાં જે આઈ.પી.સી.કલમ લગાડવામાં આવી હતી જેમાં પીડિતાના માતા-પિતા ને ધમકી આપવા તથા ખોટી રીતે પૈસા આપી પીડિતાને દબાવવા માટે  506, 509, કલમનો ઉમેરો થાય તથા આ પીડિતાના કેસમાં જોડાયેલા બીજા લોકો પર પણ કાર્યવાહી થાય તેવી આવેદન માં માંગ કરાઈ છે.
અત્યાર સુધી અમારા સમાજના કેટલાય ભાઈઓ બહેનો પર અત્યાચારો થયા પરંતુ હંમેશાની જેમ અવાજ દબાવી દેવામાં આવતું જેથી આગળ બીજા અન્ય ભાઈઓ બહેનો અવાજના ઉઠાવી શકે. કેવડીયા વિસ્તારના કેવડિયા કોઠી ના રહેવાસી આશિષભાઈ કે તડવી ને હદપાર નો હુકમ કરવામાં આવેલ છે તેઓ એક શિક્ષક છે જેથી છેલ્લા છ વર્ષથી એમની શાળાનું રીઝલ્ટ 100% આવી રહ્યું છે.અને તેઓ એક સમાજસેવક પણ છે તેઓ સમાજ માટે અને સમાજના પ્રશ્નો હંમેશા ઉઠાવતા આવ્યા છે. હંમેશા સમાજ ના કામમાં પોતાનું યોગદાન આપતા આવ્યા છે.તેઓ એક ઉત્સાહી યુવાન છે. જેઓ જન જાગૃતિ નાં કમો કરે છે. અને તેઓ અમારા સમાજ માં એક આગવું સ્થાન ધરાવે છે.અને લોકો પણ સમાજ માં તેઓનું ખૂબ માન રાખે છે.
અને જે લોકો સમાજ માટે અવાજ ઉઠાવે છે. તેમનો અવાજ ક્યાંક ને ક્યાંક દબાવી દેવામાં આવે છે. અમારા આદિવાસી સમાજની બહેનો પરના અત્યાચાર હોય કે સમાજ સેવકો પર થયેલ કેસો જેની ઊંડાણ પૂર્વક તપાસ થાય અને જવાબદારો પર શિક્ષાત્તમક પગલાં લેવાય એવી માંગ આવેદનપત્ર માં કરવામાં આવી છે.

(11:18 am IST)