Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

કોરોના હાઉ વચ્ચે નર્મદા જિલ્લામાં આયુર્વેદ વિભાગ માં મોટા ભાગના ડોક્ટરો ની જગ્યા ખાલી હોવાથી દર્દીઓ મુશ્કેલી માં

જિલ્લામાં ૧૬ દવાખાના તેમજ એક ફરતું દવાખાના સામે માત્ર ૩ જ ડોક્ટર હોવાથી મોટાભાગના દવાખાનાઓ માં દર્દીઓનો તકલીફમાં જ્યારે ત્રણ ડોક્ટરો નો પણ જાયે તો કહા જાયે જેવો ઘાટ રાજપીપળા પાલીકા પુસ્તકાલય પર ચાલતા સરકારી આર્યુવેદ દવાખાનું પણ અઠવાડિયા માં એકજ દિવસ ખોલતા તકલીફ

(ભરત શાહ દ્વારા) - રાજપીપળા : નર્મદા જિલ્લા માં આરોગ્ય સેવા તદ્દન કથળી રહી હોય તેમ "અંધેર નગરી ગંડુ રાજા" જેવો ઘાટ જોવા મળે છે કેમ કે જિલ્લા ના વડા મથક રાજપીપળા સિવિલમાં પણ અનેક તકલીફો બાદ હવે આયુર્વેદ વિભાગમાં પણ ડોક્ટરો નથી જેમાં જાણવા મળ્યા મુજબ નર્મદા જિલ્લા માં ૧૬ આયુર્વેદ સરકારી દવાખાના અને એક ફરતું દવાખાનું ખુલ્લું જરુર મુકાયુ છે પરંતુ એ તમામ શોભાના ગાંઠિયા સમાન લાગી રહ્યા છે. કુલ ૧૬ દવાખાના અને એક ફરતા દવાખાના સામે હાલ લગભગ એક વર્ષ થી માત્ર ૦૩ જ ડોક્ટર આ જિલ્લામાં પ ફરજ બજાવે છે.જેના કારણે દર્દીઓ ધક્કે ચઢી રહ્યા છે.મુખ્ય એવું રાજપીપળા દરબાર રોડ સ્થિત નાંદોદ આયુર્વેદ દવાખાના માં પણ અઠવાડિયે એક વાર ડોક્ટર આવતા હોય નિયમિત કોર્ષ કરતા દર્દીઓ ને તકલીફ વેઠવી પડે છે.

● હાલ કોરોના વાયરસ ના હાઉ વચ્ચે આયુર્વેદ તરફ લોકો વધુ વિશ્વાસ મૂકી દોડતા થયા છે,સરકારે નર્મદા જિલ્લામાં દવાખાના તો ખુલ્લા મૂકી દીધા છે પરંતુ તેમા ડોકટરો ની મોટાભાગની જગ્યાઓ ખાલી રહેતા હાજર ડોક્ટર અને દર્દીઓ બંને માટે તકલીફ ઊભી થવા પામી છે.માટે આ જિલ્લામાં માં વહેલિતકે આયુર્વેદ ડોકટરો ની જગ્યા ભરાય તે અત્યંત જરૂરી છે.

◆ આ બાબતે ઇન્ચાર્જ જિલ્લા આયુર્વેદ અધિકારી ડો.નેહાબેન પરમાર સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે અગાઉ ડોકટરો ની ભરતી થઈ હતી પરંતુ સૌરાષ્ટ્ર તરફ ના ડોકટરો આ જિલ્લામાં મુકાતા અમુક સમય બાદ તેઓ બદલી કરાવી ચાલ્યા જતા હાલ જિલ્લામાં ૩ ડોકટરો છે.

(9:59 pm IST)