Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

મોડાસા નગર પાલિકાની ડમ્પિંગ સાઈડ પર કચરો ઠાલવવાની જગ્યા પર મૃતપશુઓને ઠાલવવાનો વિડીયો વાયરલ થતા ચકચાર મચી જવા પામ્યો

મોડાસા:નગર પાલિકાની એક ડમ્પીંગ સાઈડે કચરો ઠાલવવાની જગ્યાએ મૃતપશુઓ ઠાલવતો એક વિડીયો મંગળવારે વાયરલ થતાં પંથકમાં ચકચાર સાથે તંત્રના નઘરોળપણા સામે ઉગ્ર રોષ ભભૂક્યો હતો અને જાહેર માર્ગની ડમ્પીંગ સાઈડે કચરાની જગાએ મૃતપશુઓ ઠાલવી પ્રજાના આરોગ્ય સામે કરાતા સરેઆમ ચેંડા અને તંત્રની નઘરોળતાને લઈ જવાબદારો ની કામગીરી સામે પ્રશ્નો ઉઠયા છે.અને સત્વરે સાઈડ બંધ કરી પ્રતિબંધીત સ્થળે મૃતપશુઓ ઠાલવતા,આવો હુકમ કરતા તમામ જવાબદારો સામે પગલં ભરાય તેવી માંગ ઉઠી છે.

અરવલ્લી જિલ્લો વર્ષનો થયો છતાં હજુ કેટલાય પ્રશ્નોને લઈ જિલ્લાવાસીઓ તંત્રની નઘરોળતાને લઈ વાઝ આવી ગયા છે.નવરચિત જિલ્લામાં જરૂરી સરકારી કચેરીઓ મૂળ નગરથી બે કી.મી દૂર સબલપુર ગ્રામ પંચાયત હદ વિસ્તારમાં શરૂ કરવા જે તે સમયે સરકારી બાબુઓએ નિર્ણય લીધો હતો.અગાઉ નગરપાલિકા મોડાસાની ડમ્પીંગ સાઈડ હાલ વિકસી રહેલ વિસ્તારની વચ્ચો વચ્ચ આવી ગઈ છે. ત્યાર અવર જવર ના માર્ગે અને સ્થળે આવેલી ડમ્પીંગ સાઈડે ઠલવાતા કચરા સામે ભારે વિરોધ ઉઠયો હતો.અને સ્થળે થી ડમ્પીંગ સાઈડ હટાવી લેવા નોટીસ સહિત ની કાર્યવાહી હાથ ધરાઈ હતી. હવે જે સાઈડે કચરો ઠાલવવા સામે પણ ભારે વિરોધ વ્યક્ત કરાઈ રહયો છે તે વિવાદી સ્થળે મંગળવારના રોજ એક વાહનમાં લવાયેલા મૃતપશુઓ ઠાલવતો વિડીયો વાયરલ થયો હતો.એક જાગૃત નાગરિક દ્વારા મૃતપશુઓ ઠાલવવા આવેલો શખ્શ પણ બેહુદુ વર્તન કરતો હોવાનું વાયરલ વિડીયો માં જણાઈ આવ્યું હતું.

(6:57 pm IST)