Gujarati News

Gujarati News

News of Wednesday, 2nd September 2020

ડાકોર નગરપાલીકામાં ભાજપને ફટકો :ચાર સભ્યોએ ક્રોસવોટિંગ કરતા ભાજપને પ્રમુખપદ ગુમાવવું પડ્યું

પ્રમુખપદે મયુરીબેન પટેલની વરણી: ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશ ભટ્ટ બિનહરીફ

ડાકોર નગરપાલીકામાં ભાજપે પ્રમુખપદ ગુમાવ્યુ છે. ભાજપના ચાર સભ્યોએ ક્રોસવોટીંગ કરતા ભાજપ રાજયની હાર થયેલ છે. આ કારમી હારથી ભાજપને મોટો ફટકો લાગ્યો છે. ડાકોર નગરપાલીકાના પ્રમુખ મયુરીબેન પટેલ બન્યા છે.

ડાકોર નગરપાલીકા ચૂંટણીનું આજે પરિણામ જાહેર થયુ જેમાં ભાજપના ચાર સભ્યો એ ક્રોસ વોટીંગ કરતા ભાજપ રાજયની હાર તયેલ હતી અને ડાકોર નગરપાલીકાના પ્રમુખપદે મયુરીબેન પટેલની વરણી થયેલ છે. ડાકોર નગરપાલીકા ઉપપ્રમુખ ચૂંટણીમાં બીનહરીફ જાહેર થયા છે. ઉપપ્રમુખ તરીકે ભાજપના કલ્પેશ ભટ્ટ બિનહરીફ જાહેર થયા છે. પાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં ભાજપને ઝટકો લાગ્યો છે.

(5:38 pm IST)