Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નડિયાદ ગ્રામ્ય પોલીસે કેરીયાવી ગામમાં દરોડા પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો

નડિયાદ : નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમે બાતમી આઘારે કેરીયાવી ગામમાં દરોડો પાડી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપી પાડયો છે. આ બનાવ અંગે પોલીસ ટીમે બે વ્યક્તિઓને રાઉન્ડઅપ કર્યા છે. જ્યારે એક વ્યક્તિ પોલીસને થાપ આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.

મળતી વિગતો અનુસાર નડિયાદ ગ્રામ્ય પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે બાતમી મળી હતી કે કેરીયાવી ગામે રહેતા રાજેશભાઇ કનુભાઇ પરમારના ઘર પાસે વિદેશી દારૂનો જથ્થો ભરીને એક ગાડી પડે છે.જે અન્વયે સ્થાનિક પોલીસની ટીમે બાતમી આઘારિત સ્થળે દરોડો પાડયો હતો.ગાડીની તલાસી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂની બોટલો નં-૨૦૨ કિ.  રૂા. ૧,૪૩,૬૦૦,ગાડી કિ.રૂા.૮૦,૦૦૦,મોબાઇલ ફોન કિ.રૂા.૧૦૦૦ એમ મળી કુલ રૂા.૨, ૨૪, ૬૦૦ નો મૂદ્દામાલ જપ્ત કર્યો હતો.આ બનાવ અંગે મનોજભાઇ ડાહ્યાભાઇ રામી અને રાજેશભાઇ ઉર્ફે એસ. કે. કનુભાઇ પરમારને ઝડપી પાડયા હતા.જ્યારે પોલીસ ટીમને ઘર્મેન્દ્ર ઉર્ફે ચકામામા મગનભાઇ પરમાર રહે,વડતાલ ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યો હતો.પકડાયેલ બંને વ્યક્તિઓની પૂછપરછ કરતા આ વિદેશી દારૂ ઘનશ્યામભાઇ ઠાકોરભાઇ રાણા રહે,કેરીયાવી આપ્યો હોવાનુ જણાવ્યુ હતુ.આ બનાવ અંગે ચકલાસી પોલીસે ચાર વ્યક્તિઓ વિરુધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(5:05 pm IST)