Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગુજરાત સરકારને પાંચ વર્ષ પૂર્ણ થતા તથા વિજયભાઇ રુપાણીને જન્મદિન પ્રસંગે શુભેચ્છા સાથે આશીર્વાદ આપતા

શાસ્ત્રી શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી તથા માધવપ્રિયદાસજી સહિત સંતો

અમદાવાદ તા. ૨ ગુજરાતમાં રૂપાણી સરકારને સફળતાપૂર્વક પાંચ વર્ષ પૂર્ણ થતા, તેમજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રુપાણીના ૬૫મા જન્મદિન પ્રસંગે ગાંધીનગર ખાતે શુભેચ્છા સાથે આશીર્વાદ આપતા ભારતીય સંત સમિતિવતી વડતાલના શાસ્ત્રી શ્રી નૌતમપ્રકાશદાસજી સ્વામી, મહંત શ્રી મોહનદાસજી મહારાજ, પૂ. અખિલેશદાસજી મહારાજ, SGVP ગુરુકુલના અધ્યક્ષ શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામી, ગઢપુર મંદિરના ચેરમન શ્રી હરિજીવનદાસજી સ્વામી, ઉપરાંત શ્રી ગૌરીશંકરદાસજી મહારાજ હનુમાન ગઢ્ઢી મહંત, પૂ. ખેમદાસજી મહારાજ, પૂ. મોહનદાસજી મહારાજ, પૂ. દામોદરજી મહારાજ, પૂ. ઉગમદાસજી મહારાજ, પૂ. જનાર્દનદાસજી મહારાજ, સનતકુમાર મહારાજ વૃંદાવન, પૂ. ડી.કે.­­સ્વામી નાહિયેર ગુરુકુલ, પૂ. ઇશ્વરદાસજી સ્વામી, પૂ. રામમનોહરદાસજી મહારાજ, પૂ. ગોપાલદાસજી મહારાજ, પૂ. ઇશ્વરદાસજી સ્વામી, શ્રી રામશરણદાસજી સ્વામી  વગેરે  સંતોએ રુપાણી વિજયભાઇને શુભેચ્છા સાથે આશીર્વાદ આપ્યા હતા.

સર્વ સંતો વતી શાસ્ત્રી શ્રી માધવપ્રિયદાસજી સ્વામીએ માનનીય શ્રી વિજયભાઇ રુપાણીને હાર પહેરાવી સેવાપ્રિય સી.એેમ.ગણાવ્યા હતા.

પ્રતિ,આદરણીય તંત્રી શ્રી 

 કનુભગત                                                    

(3:38 pm IST)