Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

નર્મદા ડેમમાં રોજ જેટલી પાણીની આવક એટલો વપરાશઃ આજે સપાટી ૧૧૬.૪૦ મીટર

રોજ ૬ હજાર કયુસેકની જરૂરિયાત : ગયા વર્ષ કરતા સપાટી ૨ મીટર ઓછી

રાજકોટ,તા. ૨ : ગુજરાતમાં પીવાના પાણી માટે સૌથી મહત્વના સરદાર સરોવર નર્મદા ડેમમાં છેલ્લા કેટલાક દિવસોથી પાણીથી આવક-જાવકનું પ્રમાણ લગભગ સમાન રહ્યુ છે. હાલ જેટલી આવક છે તેટલો વપરાશ છે એટલે સપાટી યથાવત રહે છે. ઉપરવાસના વરસાદથી આવકનું પ્રમાણ ધીમુ રહે છે.

આજે સવારે ૮ વાગ્યાથી સ્થિતીએ નર્મદા ડેમની જળસપાટી ૧૧૬.૪૦ મીટર છે. તે ગયા વર્ષની ૨ ઓગસ્ટની સરખામણીએ બે મીટર ઓછી સપાટી છે. ડેમની કુલ સપાટી ૧૩૮ મીટર છે. ચોમાસુ હજુ ઘણુ બાકી છે. પીવાના પાણી અને સિંચાઇ બાબતમાં કોઇ ચિંતા ન હોવાનું સરકારી સૂત્રો જણાવે છે.

(3:11 pm IST)