Gujarati News

Gujarati News

News of Monday, 2nd August 2021

ગુજરાત સહિત દેશના અનેક ભાગોમાં વરસાદની આગાહીઃ રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં રેડ એલર્ટ

ગુજરાતમાં સિઝનનો ૩૫.૪૮ ટકા વરસાદ નોંધાયો, જુલાઈમાં સરેરાશ ૭ ઈંચ વરસ્યો

રાજકોટઃ  હવામાન વિભાગના અનુસાર આજથી એટલે કે સોમવારથી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થશે.

અત્યાર સુધીમાં સિઝનનો સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં જ્યારે ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદ ઘણા ઓછા પ્રમાણમાં નોંધાયો છે. આજથી ૫ ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરતાં ખેડૂતોને રાહત મળી છે. રાજ્યમાં અત્યાર સુધી સીઝનનો ૩૫.૪૮ ટકા વરસાદ નોંધાયો છે. જેમાં જુલાઈ મહિનામાં સરેરાશ ૬.૯૨ ઈંચ વરસાદ વરસ્યો છે.

ભારતીય હવામાન વિભાગ (IMD) એ રાજસ્થાન અને મધ્યપ્રદેશના ભાગો માટે 'રેડ એલર્ટ' જારી કર્યું છે. હવામાન વિભાગ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ૧થી ૪ ઓગસ્ટ દરમિયાન રાજસ્થાનના પૂર્વ ભાગ અને મધ્ય-દેશના પશ્ચિમ ભાગમાં કેટલાક સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી બેથી ત્રણ દિવસ સુધી ઉત્તર ભારતમાં બાકીના વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા છે. ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં એક વખત ફરીથી વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

(1:09 pm IST)