Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરાની સિગ્નેચર સ્કૂલમાં વિદ્યાર્થી પર હુમલો:હોસ્પિટલમાં ખસેડાયો

લોહીવાળા કપડાં સંચાલકોએ ધોઈ કાઢયાંનો આક્ષેપ: બારણા સાથે અથડાતા ઈજા થયાનો સંચાલકોનો દાવો

વડોદરામાં સિગ્નેચર સ્કુલમાં વિદ્યાર્થી પર હુમલાની ઘટના બહાર આવતા ખળભળાટ મચી ગયો છે.જોકે  શાળા સંચાલકો વિદ્યાર્થી ઉપર હુમલો નથી થયો હોવાનો બચાવ કરી રહ્યાં છે. વડોદરાની સિગ્નેસ સ્કુલમાં ધો-6માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ઉપર હુમલો થયો હોવાનું અને  સ્કુલ સંચાલકોએ તેના લોહીવાળા કપડા ધોઈ કાઢ્યા હોવાનો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે.

  બીજી તરફ વિદ્યાર્થી બારણા સાથે અથડાતા ઈજા થઈ હોવાનો સ્કુલ સંચાલકોએ દાવો કર્યો છે. વિદ્યાર્થી બુક લેવા દોડ્યો ત્યારે અન્ય વિદ્યાર્થીએ ખુરશી વચ્ચે લાવતા વિદ્યાર્થી પડી ગયો હોવાનો સ્કુલ દ્વારા બચાવ કરવામાં આવી રહ્યો છે.

  હાલમાં વિદ્યાર્થીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવાયો હતો. આ બનાવમાં કલાસરૂમમાં સીસીટીવી નહીં હોવાનો સ્કુલ સંચાલકોએ સ્વિકાર કર્યો છે. સ્કુલમાં વિદ્યાર્થી ઉપર હુમલો થતા શાળામાં વિદ્યાર્થીઓની સુરક્ષાને લઈને અનેક સવાલો ઉભા થયા છે.

(12:12 am IST)