Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સુરતના કતારગામમાં રોમિયોગીરી કરતા તત્વોને ટપારતા બે ભાઈઓ પર હુમલો :ત્રણની અટકાયત

કતારગામ વિસ્તારમાં સોસાયટી પાસે રોમિયીગીરી કરતા લુખ્ખા તત્વોને ટપારતા બે ભાઈઓ પર હિચકારો હુમલો કરાયો છે બેફામ બનેલા શખ્સોએ યુવકોને ઢોર માર મારીને ગંભીર ઇજા પહોંચાડી છે.

 આ અંગેની વિગત મુજબ સુરતના કતારગામની ગાયત્રી સોસાયટીની બહાર આવેલી દુકાનો પર બેસી રહેતા લુખ્ખા તત્વોને ત્યાં રહેતા મહેશ અને તેના પિતરાઇ ભાઇએ ટકોર કરતા લુખ્ખો શખ્સોએ બંને ભાઇઓ પર બોથડ પદાર્થ વડે હુમલો કરી દીધો હતો.

  આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઇ છે લુખ્ખા શખ્સોએ બંને ભાઇઓ પર હુમલો કરીને તેને ગંભીર ઇજા પહોંચાડી હતી આ ઘટના બાદ પોલીસે સીસીટીવી ફૂટેજ કબજે કરીને કુલ 3 શખ્સોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

(11:37 pm IST)