Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગુજરાતમાં માત્ર 54,17 ટકા વરસાદ :મેઘરાજા રીસાતા ખેડૂતોમાં ચિંતા

ઉત્તર ગુજરાતના 29 તાલુકાઓમાં 25 ટકાથી ઓછો વરસાદ :કચ્છમાં માત્ર 11 ટકા વરસાદથી ચિંતાના વાદળો છવાયા

 

અમદાવાદ ;રાજ્યમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતે ધમરોળ્યા બાદ હાલમાં વરસાદની કોઇ સિસ્ટમ કાર્યરત નથી ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 54 ટકા જ વરસાદ થતાં ખેડૂતોમાં ચિંતા પ્રવર્તી રહી છે.જુલાઇમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સિવાય રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા રિસાઇ જતા મુશ્કેલી સર્જાઇ છે.

  ગુજરાતમાં અત્યાર સુધીમાં માત્ર 54.17 ટકા જ વરસાદ થયો છે. જૂન મહિનામાં 67.65 મિમિ અને જુલાઇમાં 382.51 મિમિ મળીને કુલ વરસાદ 450.16 મિમિ થયો છે.સામાન્ય રીતે રાજ્યમાં વાર્ષિક સરેરાશ વરસાદનો આંકડો 831 મિમિ છે

  સત્તાવાર આંકડા પ્રમાણે. ઉત્તર ગુજરાતના 51 તાલુકાઓમાંથી 29 તાલુકાઓમાં સિઝનનો સરેરાશ 25 ટકાથી ઓછો વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી ઓછો વરસાદ કચ્છમાં થયો છે.

કચ્છમાં અત્યાર સુધી 46 મિમિ જ એટલે કે 11.08 ટકા વરસાદ થયો છે.ઉત્તર ગુજરાતમાં પણ 204 મિમિ જ વરસાદ પડ્યો છે. જે સરેરાશ વરસાદના 28.27 ટકા જ છે.જયારે પૂર્વ-મધ્ય ગુજરાતમાં 337 મિમિ વરસાદ નોંધાયો છે. જે સરેરાશ વરસાદના 40.73 ટકા છે

   સૌથી સારો અને વાવણીલાયક કહી શકાય તેવો વરસાદ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થયો છે. સૌરાષ્ટ્રમાં અત્યાર સુધીમાં 404 મિમિ વરસાદ થઇ ચૂક્યો છે. જે સરેરાશ વરસાદના 59.50 ટકા છે. જ્યારે કે દક્ષિણ ગુજરાતમાં 1048 મિમિ વરસાદ થયો છે. જે સરેરાશ વરસાદના 73.06 ટકા છે.

(11:35 pm IST)