Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

રાજ્યની આઠ મહાનગરપાલિકાના કોર્પોરેટરોના પગાર-ભથ્થામાં ધરખમ વધારો

માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં 1 એપ્રિલ 2018 ની અસરથી વધારો આપવાનો નિર્ણય

ગાંધીનગર: સરકાર ધ્વારા રાજ્યની ૮ મહાનગર પાલિકાનાં કોર્પોરેટરોનાં પગાર - ભથ્થામાં ધરખમ વધારો કરાયો છે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજ્યની મહાનગર પાલિકાઓના મ્યુનિસિપલ કાઉન્સિલરોના માસિક માનદ વેતન તેમજ અન્ય ભથ્થામાં 1 એપ્રિલ 2018 ની અસરથી વધારો આપવાનો નિર્ણય કર્યો છે.

     વિજયભાઈ રૂપાણીના આ નિર્ણય મુજબ હવે અમદાવાદ સુરત, વડોદરા, અને રાજકોટના કોર્પોરેટરને માસિક 12 હજાર માનદ વેતન તેમજ મીટીંગ ભથ્થું દર મીટીંગના 500, ટેલિફોન એલાઉન્સ માસિક 1000 તથા સ્ટેશનરી એલાઉન્સ દર મહિને 1500 પ્રમાણે મળશે.

 જામનગર, ભાવનગર, જૂનાગઢ અને ગાંધીનગરના કોર્પોરેટરોને માસિક 7000 માનદ વેતન અને મીટીંગ દીઠ ભથ્થું 500 તથા દર મહિને ટેલિફોન ભથ્થુ 1000 તેમજ સ્ટેશનરી ભથ્થું 1500 મળશે. આ અગાઉ તમામ મહાનગરોના કોર્પોરેટરોને માસિક 3000 માનદ વેતન મળતું હતું. તેમજ મીટીંગ દીઠ ભથ્થું 250 માસિક ટેલિફોન ભથ્થું 750 અને સ્ટેશનરી ભથ્થું 500 મળતું હતું.

(10:52 pm IST)