Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

દેડિયાપાડાઃ કોલેજીયન યુવતીએ લીધો નિર્ભયા સ્ક્વોડનો સહારો,મહિલા સહિત બેની અટકાયત

શાળા- કોલેજમાં મૂકવામાં આવેલા નિર્ભયા બોક્સમાંથી મળી વિદ્યાર્થીની ચિઠ્ઠી

દેડિયાપાડા તાલુકાનાં એક ગામની યુવતી જે હાલમાં દેડિયાપાડામાં કોલેજમાં અભ્યાસ કરે છે. આ વિદ્યાર્થીનીને તેનાં કથિત સાસુ અને પતિ દ્વારા હેરાન કરાતી હતી જે સંદર્ભે યુવતીએ નિર્ભયા સ્ક્વોડ અને 181નો સહારો લેતાં આખરે કથિત પતિ અને સાસુ વિરૂધ્ધ દેદિડાયપાડ પોલીસ મથકે ફરિયાદ નોંધવતાં પોલીસે બન્નેની અટકાયત કરી છે.

  શાળા કોલેજોમાં નિર્ભયા સ્ક્વોડ દ્વારા એક ફરિયાદ બોક્ષ મુકાયા છે જેના થકી ફરકિયાદનો એક કિસ્સો દેડિયાપાડામાં સામે આવ્યો છે. દેડિયાપાડા તાલુકા મથકે આવેલી સરકારી વિનયન કોલેજનાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એક વદ્યાર્થીનીની પરિવારજનોની સહમતિથી અગાઉ એક યુવાન સાથે સગાઈ થઈ હતી. બાદમાં વિદ્યાર્થીનીનાં પરિવારજનોએ સગાઈ તોડી નાંખતા વિદ્યાર્થીની તેની મરજીથી સાસરીમાં રહેવા જતી રહી હતી.

  સાસરીમાં ત્રણેક મહિના જેટલો સમય પસાર કરતાં વિદ્યાર્થીની સાથે સાસરિયા દ્વારા અણછાજતું વર્તન કરવામાં આવતું હતું. દરમિયાન તે પરત તેનાં પરિવાર પાસે આવી ગઈ હતી. અને સાસરિયા સાથે મારે કોઈ સંબંધ નથી તેવું જણાવ્યું હતું. બાદમાં કોલેજ જતી હોય રોજ પોતાનાં ગામથી જ અપડાઉન કરતી હતી. તેવામાં તેની કથિત સાસુ કોલેજ કેમ્પસ પાસે જ દુકાન ધરાવતી હોય તેને અનેક રીતે હેરાન પરેશાન કરતી હતી. જ્યારે કથિત પતિ પણ તેને અવાર નવાર હેરાન કરતો હતો.

 જેથી વિદ્યાર્થીનીએ આખરે નિર્ભયા સ્ક્વોડનો સહારો લેવાનું વિચારી પોતાની કોલેજમાં મૂકવામાં આવેલા નિર્ભયા બોક્ષમાં ફરિયાદની ચિઠ્ઠી લખી હતી. નિર્ભયા સ્ક્વોડે આ ચિઠ્ઠીનાં આધારે વિદ્યાર્થીનીની મદદે આવી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ દેડિયાપાડા પોલીસે કથિત પતિ અને સાસુની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:21 pm IST)