Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરાના રાવપુરમાં ટ્રાફિક પોલીસ અને વેપારીઓ વચ્ચે બબાલ :કોઈપણ સૂચના વિના કામગીરી સામે ઉગ્ર વિરોધ

વડોદરાના રાવપુરામાં ટ્રાફિક પોલીસ અને વેપારી વચ્ચે બબાલ સર્જાઈ હતી ટ્રાફિકની કામગીરી સામે વેપારીઓએ ઉગ્ર વિરોધ કર્યો હતો કોઈ પણ જાતની સૂચના-જાહેરનામાની કોપી વિના કામગીરી કરી હોવાનો આક્ષેપ સાથે વેપારીઓએ રોડ પર ઉતરીને વિરોધ નોંધાવ્યો હતો.

 વેપારીઓએ પોલીસ વિભાગ પાસે જાહેરનામાની કોપીની માંગ કરી હતી. આગામી સમયમાં આ રીતની કામગીરી ન થાય તે માટે અપીલ કરી હતી.

  અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં હાઇકોર્ટનાં કડક આદેશ બાદ રાજ્યભરમાં ટ્રાફિક પોલીસ દ્વારા નો પાર્કિંગ તેમજ ટ્રાફિક સમસ્યાની કામગીરીને લઇને ઠેર-ઠેર કડક પગલાં લઇ રહી છે તેમજ નો પાર્કિંગ ઝોનમાં મૂકવામાં આવેલી કારને પણ ટોઇંગ કરી લેવામાં આવે છે. જેને લઇને ચારે બાજુ લોકોમાં ભયનો માહોલ ઉભો થઇ ગયો છે.

વડોદરાના રાવપુરા વિસ્તારમાં આજે વેપારીઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. જેમાં કોઈ પણ જાતની સૂચના-જાહેરનામાની કોપી વિના ટ્રાફિક વિભાગ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે વેપારી મંડળ દ્વારા આ ઘટનાનો ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો.

(10:17 pm IST)