Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અંકલેશ્વરમાં બે જુગારધામમાં દરોડા :બે મહિલા સહીત 9 પત્તાપ્રેમીઓ પકડાયા :તમામ જેલ હવાલે

 

અંકલેશ્વર: શહેર તેમજ તાલુકા પોલીસે બે જુગારધામ પર દરોડા પાડી 9 જુગારીયાને  જેલ ભેગા કર્યા હતા. શહેર પોલીસે સુરતી ભાગોળ વાવ વિસ્તારમાં વર્લી મટકાના અડ્ડા પર દરોડા પાડી 5 જુગારીયાને આંક ફરકનો જુગાર રમતા ઝડપી પાડ્યા હતા. તેમની પાસે થી 11670 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત હતો. તાલુકા પોલીસે ભાદી ગામે પાના-પત્તાનો જુગાર રમતા 4 ખેલીની ઝડપી પાડ્યા હતા. તેમની પાસે થી 11,800 રૂપિયાની રોકડ ઝડપી પાડી હતી.

 આ અંગેની વિગત મુજબ અંકલેશ્વર શહેર પોલીસ દ્વારા સુરતી ભાગોળ વાવ વિસ્તારમાં ચાલતા વર્લી મટકાના આંક-ફરક ના જુગાર રમતા જ્યોતિબેન વસાવા(રહે તાડ ફળીયા) સંદીપ ઉર્ફે અક્ષય મેકવાન (રહે નવી નગરી) (સરસ્વતીબેન વસાવા,(રહે નવા દિવા) (સકારામ ઉર્ફે સુરેશ વસાવા(રહે સુરતી ભાગોળ) તેમજ હીના વસાવા ( રહે તાડ ફળીયા)ને રંગે હાથો ઝડપી પાડી 11670 રૂપિયા રોકડ જપ્ત કરી તમામને જેલ ભેગા કર્યા હતા.

  જયારે તાલુકા પોલીસ દ્વારા ભાદી ગામે પાનાં-પત્તાનો મોટો જુગાર રમતો હોવાની બાતમી આધારે દરોડા પાડતા યુસુફ દાઉદ સેદાત,વિજય જીવાભાઈ, છનાભાઈ સુકાભાઈ વસાવા, અને શૈલેષ શીવાભાઈ વસાવા તમામ રહે ભાદી,ને રંગે હાથો ઝડપી પાડ્યા હતા તેમની પાસે થી રોકડ રકમ તેમજ દાવ પર લાગેલા અને અંગઝડતીના કુલ 11800 રૂપિયા બરામદ કરી તામમને જેલ ભેગા કર્યા હતા.

(10:16 pm IST)