Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અંકલેશ્વરના તાડ ફળીયામાંથી વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગર ઝડપાયો:નવીનગરીમાથી મહિલા ભાગી ગઈ

અંકલેશ્વર પોલીસ અને ભરૂચ એલસીબીના દારૂના અડ્ડા પર દરોડા

 

અંકલેશ્વર: શહેર પોલીસે તાડ ફળીયા માંથી 26 હજારથી વધુના વિદેશીદારૂના જથ્થા સાથે બુટલેગરને ઝડપી પાડ્યો હતો જયારે ભરૂચ એલસીબી પોલીસે નવીનગરીમાંથી મહિલાને ત્યાંથી 14 હજારનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો જો કે મહિલા બુટલેગર ફરાર થઇ ગઈ હતી.

   પોલીસ સૂત્રીય માહિતી મુજબ અંકલેશ્વર શહેર પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન શહેરના તાડ ફળીયામાં રહેતો વિજય વસંત વસાવા વિદેશીદારૂનો વેપલો ચલાવી રહ્યો હોવાની બાતમી મળતા પોલીસે તેના ઘરે રેડ કરતા ઘરમાંથી વિદેશીદારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે વિજય વસાવાની અટકાયત કરી 26 હજાર 800 ની કિંમતની વિદેશીદારૂ ની 67 નંગ બોટલ કબ્જે કરી ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

  બીજી તરફ ભરૂચ એલસીબી પોલીસે બાતમીના આધારે શહેર ની નવી નગરીમાં રહેતી જયાબેન વસાવાને ત્યાં રેડ કરતા ઘરમાંથી 14 હજાર 400 ની કિંમતનો વિદેશીદારૂનો જથ્થો ઝડપી પડ્યો હતો જો કે જયાબેન વસાવા ફરાર થઇ ગઈ હતી એલસીબી પોલીસે તેની વિરુધ્ધ શહેર પોલીસ મથક માં ગુનો દાખલ કરાવ્યો હતો

(10:15 pm IST)