Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

હવે ક્રેડિટ એક્સેસ ગ્રામીણનો IPO આઠમીએ લોન્ચ કરાશે

ગ્રામીણ વિસ્તારોમાં ક્રેડિટએક્સેસ લોકપ્રિય થઇઃ આઇપીઓ ૧૦મીએ બંધઃપ્રાઇઝ બેન્ડ ૪૧૮-૪૨૨ હશે

અમદાવાદ, તા.૨: દેશના આઠ રાજયોમાં અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં અસરકારક નેટવર્ક ધરાવતી દેશની અગ્રણી ભારતીય માઇક્રો-ફાઇનાન્સ સંસ્થા ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિમિટેડની ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લોકપ્રિયતા વધી રહી છે. માત્ર ગ્રામીણ મહિલાઓને સ્વરોજગારીથી આત્મનિર્ભર બનાવવા માટે લોન-ધિરાણ આપતી ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિ. દ્વારા અત્યારસુધી આશરે કુલ એક કરોડ રૂપિયા સુધીની લોન દેશના આઠ રાજયોની ગ્રામીણ મહિલાઓનેે આપી તેમના ઉત્કર્ષમાં મહત્વનું યોગદાન આપ્યું છે. આ સાથે જ ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિમિટેડ હવે તા.૮મી ઓગસ્ટ,૨૦૧૮ના રોજ રૂ.૧૦ની ફેસ વેલ્યુ ધરાવતાં ઇક્વિટી શેરનો આઇપીઓ લઇને આવી રહી છે. આ જાહેરભરણાંની બિડ/ઓફર તા.૧૦ ઓગસ્ટ, ૨૦૧૮નાં રોજ બંધ થશે એમ અત્રે કંપનીના ડાયરેકટર પાઓલો બ્રીચેટી, એમડી અને સીઇઓ ઉદયાકુમાર હેબ્બર અને સીએફઓ દિવાકર બી.કે.એ જણાવ્યું હતું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, દેશના આઠ રાજયો અને એક કેન્દ્રશાસિત પ્રદેશમાં ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ગ્રામીણ મહિલાઓને સ્વનિર્ભર બનાવવામા ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિ.મદદરૂપ બનવા આગામી દિવસોમાં વધુ અસરકારક કામગીરી વિસ્તારવા જઇ રહી છે. કંપનીનો કલાયન્ટ ગ્રોથ ૪૧ ટકાનો નોંધાયો છે, જયારે ચોખ્ખો નફો રૂ.૧૨૪ કરોડનો નોંધાયો છે. સારા પરિણામો અને વિકાસની હરણફાળ વચ્ચે હવે ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિ. માર્કેટમાં તા.૮મી ઓગસ્ટથી ઇક્વિટી શેરનો આઇપીઓ લઇને આવી રહી છે. જેમાં રૂ. ૬,૩૦૦ મિલિયનનાં નવા ઇક્વિટી શેર(ફ્રેશ ઇશ્યૂ) અને પ્રમોટર ક્રેડિટએક્સેસ એશિયા એન. વી.(પ્રમોટર વિક્રેતા  શેરધારક અને આ પ્રકારનાં ઓફર થયેલા શેર, ઓફર્ડ શેર) (ઓફર ફોર સેલ) ૧,૧૮,૭૬,૪૮૫ ઇક્વિટી શેર ઓફર કરશે. કંપની અને પ્રમોટર વિક્રેતા શેરધારક આઇસીડીઆર નિયમનો મુજબ એન્કર ઇન્વેસ્ટર્સની ભાગીદારી અંગે બીઆરએલએમ સાથે ચર્ચા કરી શકે છે. એન્કર ઇન્વેસ્ટર બિડિંગની તારીખ ઓફર ખુલવાની તારીખનાં એક કાર્યકારી દિવસ અગાઉ હશે. ઓફરની પ્રાઇઝ બેન્ડ ઇક્વિટી શેરદીઠ રૂ. ૪૧૮થી રૂ. ૪૨૨ છે. બિડ લઘુતમ ૩૫ ઇક્વિટી શેર માટે અને પછી ૩૫ ઇક્વિટી શેર માટે થઈ શકશે. ઇક્વિટી શેરનું લિસ્ટિંગ બીએસઈ અને એનએસઈ પર થશે. ઓફરનાં બુક રનિંગ લીડ મેનેજર્સ આઇસીઆઇસીઆઈ સીક્યોરિટીઝ લિમિટેડ, ક્રેડિટ સુસ્સી સીક્યોરિટીઝ (ઇન્ડિયા) પ્રાઇવેટ લિમિટેડ, આઇઆઇએફએલ હોલ્ડિંગ્સ લિમિટેડ અને કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ છે. કંપનીના ડાયરેકટર પાઓલો બ્રીચેટી અને એમડી તેમ જ સીઇઓ ઉદયાકુમાર હેબ્બરે વધુમાં ઉમેર્યું કે,  ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિમિટેડ અગ્રણી ભારતીય માઇક્રો-ફાઇનાન્સ સંસ્થા છે. તેનું હેડક્વાર્ટર બેંગલોરમાં છે. આ સંસ્થા ભારતમાં ગ્રામીણ વિસ્તારોમાં મુખ્યત્વે મહિલા ગ્રાહકોને લઘુ-ધિરાણ પ્રદાન કરે છે. ક્રિસિલ રિસર્ચનાં જણાવ્યા મુજબ, ૩૧ માર્ચ, ૨૦૧૭નાં રોજ કુલ લોન પોર્ટફોલિયોની દ્રષ્ટિએ આ સંસ્થા ત્રીજી સૌથી મોટી એનબીએફસી-એમએફઆઈ હતી. કંપની વિવિધ વિસ્તારોમાં જિલ્લા આધારિત વિસ્તરણ વ્યૂહરચનાને અનુસરે છે તેમજ ૩૧ માર્ચ, ૨૦૧૮ સુધી સંસ્થાએ ભારતમાં આઠ રાજ્યો (કર્ણાટક, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તિસગઢ, મધ્યપ્રદેશ, ઓડિશા, કેરળ, ગોવા) અને એક કેન્દ્રશાસિત પ્રદેશ પોંડિચેરીમાં ૫૧૬ શાખાઓ અને ૪,૫૪૪ લોન ઓફિસર મારફતે ૧૩૨ જિલ્લાઓને આવરી લીધા હતાં. નજીકના ભવિષ્યમાં ક્રેડિટએક્સેસ ગ્રામીણ લિ.તેનું કાર્યક્ષેત્ર ગુજરાત સુધી વિસ્તારી અહીંની ગ્રામીણ મહિલાઓને પણ સ્વકેન્દ્રી અને આત્મનિર્ભર બનાવતી યોજનામાં આવરી લેશે.

(10:05 pm IST)