Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદ જિલ્લા પંચાયતમમાં બગોદરાના ભદ્રેશ ઠાકોરે આત્મવિલોપનનો પ્રયાસ કરતા પોલીસ દ્વારા અટકાયત

ઘરની બાજુમાં અસામાજિક તત્વોનો અડ્ડા મુદ્દે રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં થતા પગલું ભર્યું

અમાદવાદઃ જિલ્લા પંચાયતમાં એક યુવકે આત્મવિલોપનનો પ્રયાસ કરતા તેની પોલીસે અટકાયત કરી હતી. આ અંગેની વિગત મુજબ અમદાવાદ જિલ્લાના દસક્રોઇ તાલુકાના બગોદરા ગામે ભદ્રેશ ઠાકોર નામનો યુવાન પોતાના પરિવારની સાથે રહે છે હી છે. આજથી 24 વર્ષ પહેલા ગામના એક વ્યક્તિએ ભદ્રેશના ઘરની બાજુમાં પાનનો ગલ્લો શરૂ કર્યો હતો. આ ગલ્લાને કારણે તેના ઘર બહાર અસામાજીત તત્વોનો અડ્ડો જામે છે. આથી પરિવારની મહિલાઓને બહાર નિકળવામાં મુશ્કેલી પડે છે. ત્યારે આને લઈને યુવક દ્વારા અનેકવાર તંત્રને રજૂઆત કરવામાં આવી હતી. પરંતુ તંત્રએ કોઇ પગલા ન લેતા આખરે કંટાળીને તેના દ્વારા આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. 

   પોતાને ન્યાય ન મળતા 2 ઓગસ્ટના રોજ પોતે આત્મવિલોપન કરશે તેવી અરજી તેણે જિલ્લા પંચાયતમાં કરી હતી. ગુરૂવારે બપોરે આશરે 1 કલાકે ભદ્રેશ રિક્ષામાં જિલ્લા પંચાયત પહોંચ્યો અને પેટ્રોલ છાંટીને આત્મવિલોપનનો પ્રયાસ કર્યો જોકે અગાઉથી જ બંદોબસ્તમાં રહેલી પોલીસે તેની અટકાયત કરી હતી. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં આત્મવિલોપનની ચીમકી અને આત્મવિલોપન કરવાના બનાવો વધી રહ્યાં છે. જ્યારે કોઇપણ વ્યક્તિને તંત્ર પાસેથી ન્યાય ન મળે તો તેના દ્વારા આત્મવિલોપનની ધમકી આપવામાં આવે છે. 

(7:50 pm IST)