Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરાના ડે ,મેયરની ગાડી રોંગ સાઈડમાં ધુસી: ટ્રાફિક જામ થતા લોકોએ ભણાવ્યા ટ્રાફિકના 'પાઠ'

ડે. મેયરની કારે એક બાઇક ચાલકને અડફેટે લેતા લોકોએ હોબાળો મચાવી ખખડાવી નાખ્યા

વડોદરાના ડે ,મેયરની ગાડી રોંગ સાઈડમાં ધુસી જતા જબરો ટ્રાફિક જામ થયો હતો ટ્રાફિક જામ થતા લોકોએ બરાબરના ટ્રાફિકના પાઠ ભણાવ્યા હતા રોંગ સાઇડમાં આવી રહેલી ડે. મેયરની કારે એક બાઇક ચાલકને અડફેટે લીધો હતો. અકસ્માત બાદ વડસરથી જીઆઇડીસી તરફ આવવાના રસ્તા રોંગ સાઇડમાં કાર ચલાવી રહેલા ડેપ્યુટી મેયર જીવરાજ ચૌહાણને લોકોએ ટ્રાફિકના પાઠ ભણાવ્યા હતા. લોકોએ એકઠા થઈને ભારે હોબાળો મચાવી દીધો હતો. અંતે પોલીસે દરમિયાનગીરી કરીને સમગ્ર મામલો થાડે પાડ્યો હતો.

    ડે ,મેયરની રોંગ સાઇડમાં આવી રહેલા કારને કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. એવામાં અકસ્માત બાદ લોકો વધારે ભડક્યા હતા. ટોળાએ તેમની કારને આંતરીને હોબાળો મચાવી દીધો હતો. આ સમયે ડે. મેયર જીવરાજ ચૌહાણે લોકોની માફ માંગી હતી. જોકે, લોકો માનવા તૈયાર ન હોવાથી પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. પોલીસે સ્થળ પર આવીને સમગ્ર મામલો થાડે પાડ્યો હતો.

  રોંગ સાઇડમાં આવેલી કારણે થયેલા ટ્રાફિક જામ બાદ લોકોએ કારમાં બેસી રહેલા ડેપ્યુટી મેયરનો ઉધડો લીધો હતો. લોકોએ જ્યારે તેમને પૂછ્યું ત્યારે તેમણે ડ્રાઇવરે કાર રોંગ સાઇડમાં લીધાનું જણાવ્યું હતું. લોકોએ ડ્રાઇવર સામે શું પગલાં લેશે એવુ ંપૂછતા તેમણે ડ્રાઇવરને નોકરીમાંથી કાઢી મૂકવા સુધીના પગલાં લેવાની વાત કરી હતી. જોકે, અહીં એ વાત મહત્વની છે કે ડે. મેયર જેવા જવાબદાર વ્યક્તિ પોતાની કાર રોંગ સાઇડમાં ચાલી રહી છે તેની જવાબદારી ફક્ત ડ્રાઇવર પર જ કેમ નાખી શકે? તેઓ પોતે પણ ડ્રાઇવરને આવું ન કરવા સમજાવી શકતા હતા. હવે આ કેસમાં ડે. મેયરના બચાવ માટે ડ્રાઇવરની નોકરી જાય નહીં તો જ નવાઈ.

   અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં રાજ્યમાં અમદાવાદ સહિત મોટા ભાગના શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ ઝૂંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ટ્રાફિક પોલીસ લોકોને પાર્કિંગથી લઈને વિવિધ નિયમો સમજાવી રહી છે, તેમજ આ અંગે દંડ પણ ફટકારી રહી છે. વડોદરાનો બનાવ સામે આવ્યા બાદ લોકોમાં એવી ચર્ચા જાગી છે કે જો ઉચ્ચ હોદા પર રહેલા આવા લોકો જ ટ્રાફિકના નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરશે તો સામાન્ય લોકોમાં તેની કેવી છાપ પડશે? ટ્રાફિક પોલીસ અને મનપાના લોકો આવું કરશે તો પોલીસ લોકોને ટ્રાફિકના નિયમનું પાલન કરવાની ફરજ કેવી રીતે પાળશે?

(7:15 pm IST)