Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મહેસાણા જીલ્લાના કડીની આદર્શ હાઇસ્કુલમાં અદ્યતન અટલ ટિકેરીંગ લેબ સરકાર દ્વારા અર્પણઃ બાળકો અને યુવાનો દ્વારા અવનવી ટેકનોલોજી અને સાધનોનો ઉપયોગ કરીને સેન્સર ડીરેકટરો, ડીજીટલ ઘડીયાલ, ગંદકી દુર કરવા માટે વોટર કલીનર મશીન સહિતની સિસ્ટમનું નિર્માણ

મહેસાણાઃ મહેસાણાના કડીની આદર્શ હાઇસ્કુલમાં લાખો રૂપીયાના ખર્ચે અટલ ટીકેરીંગ લેબનું સર્જન કરવામાં આવ્યું છે. જેમાં બાળકો અને યુવાનો વિવિધ ટેકનોલોજીનો ઉપયોગ કરીને નવા-નવા સંશોધનો કરી રહયા છે.

આપણે બધાએ '3 ઇડીયટ' જોઇ હશે અને તેમાં બતાવેલી Phunsukh Wangdu જેનું સાચું નામ સોનમ વાંગચુક છે, તેમની લેબ પણ ગમી હશે. ત્યારે જ બધાને થાય કે આવી લેબ દરેક શહેર દરેક ગામમાં હોવી જોઇએ. જ્યાં બાળકો પોતાના વિચારોને સાધનોમાં પરિવર્તિત કરી શકે.

આજના જમાનામાં બાળકો ઘણાં સ્માર્ટ છે તેમનાં મગજ વિચારોથી ભરેલા છે માત્ર જરૂર છે તો તેમને યોગ્ય વાતાવરણ પુરૂં પાડવાની. કડીની એક શાળામાં બાળકોને ટેક્નિકલ વાતાવરણ પરૂં પાડવામાં આવે છે તો ત્યાંના બાળકો અનેક નવા નવા સાધનો બનાવી રહ્યાં છે. આજે આપણે વાત કરીશું એક શાળાની જ્યાં બાળકો વિવિધ ટેક્નિકલ અને વિજ્ઞાનના પ્રોજેક્ટ રમતા રમતા બનાવે છે.

કડીની આદર્શ વિદ્યાલયમાં અદ્યતન અટલ ટીંકરિંગ લેબ બનાવવામાં આવી છે. જેનાથી ગરીબ અને મધ્યમ વર્ગનાં બાળકો ટેક્નિકલ જ્ઞાન મેળવીને નવતર પ્રયોગો કરતાં હોય છે.

નીતિ આયોગ અંતર્ગત મહેસાણા જિલ્લાની કડી આદર્શ હાઈસ્કૂલને લાખો રૂપિયાના ખર્ચે અટલ ટીંકેરિંગ લેબ સરકાર દ્વારા ભેટ આપવામાં આવી છે. જેમાં કડીની આ શાળા ઉપરાંત પણ અન્ય સ્થાનિક બાળકો અને યુવાનો સવારે 7થી રાત્રે 8 સુધી લેબમાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ અવનવી ટેકનોલોજી અને સાધનોનો ખાસ ઉપયોગ કરી અવનવા સેન્સર ડિટેક્ટરો, ડીજિટલ નંબર વાળી ઘડિયાળ, કેનાલમાં થતી ગંદકી દૂર કરવા સ્ટોરેજ વોટર ક્લીનર મશીન સહિત રોબોટિક્સ કાર અને રોબો મોડલ તેમજ સિક્યુરિટી સિસ્ટમ તૈયાર કરવામાં આવ્યા છે.

આ બાળકોએ વોટર સેન્સર ડિટેક્ટર બનાવ્યું છે. જેમાં પાણી પડતા જ સર્કિટ એક્ટિવ થઈ જાય છે. જેને કારણે વરસાદ આવે ત્યારે સાવચેતી અને પાણીના ટાંકા ભરાઈ જાય તો એલર્ટ આપે છે. તે ઉપરાંત જમીનનો ભેજ ચકાસવા સહિતના સેન્સર ડિટેક્ટરોનો ઉપયોગ કરી બાળકો અનેક ઉપયોગી એવા મોડલ બનાવી રહ્યા છે.

અહીં બાળકો દ્વારા કેનાલ, નદી , નાળા અને તળાવની સફાઈ માટે જાળી જંખરા કાપી અને દૂર કરી નાખે તેવું એક સ્ટોરેજ વોટર ક્લીનરનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. જે મોડલને નામાંકિત સંશોધન એજન્સીઓ માટે પણ પસંદગી કરવામાં આવી રહી છે. આ કેનાલ ક્લીનર બોટ પાણીમાં જઈ પહેલા તો તેની આગળ રહેલી કટર દ્વારા કચરો કાપી ને બેલ્ટ પર ફેંકે છે. બાદમાં બકેટ દ્વારા તેને બહાર લઈ જવાય છે. જેતે કચરો ખાતર બનાવવા કે અન્ય પ્રોસેસિંગ માટે પણ કામ લાગે છે. આમ પાણીના પ્રદુષણને રેગ્યુલર નિયંત્રિત કરવા મહત્વનું બની શકે છે. આ બાળકોએ મોબાઈલ ટેબ્લેટથી વીજ ઉપકરણોને નિયંત્રિત કરવાનું સાધન બનાવ્યું છે.

 

આ ઉપરાંત તમણે 3D પ્રિન્ટિંગ મશીનથી વિવિધ એલિમેન્ટની રચના સરળ બની શકે છે. અહીં બાળકો દ્વારા કેનાલ, નદી , નાળા અને તળાવની સફાઈ માટે જાળી જંખરા કાપી અને દૂર કરી નાખે તેવું એક સ્ટોરેજ વોટર ક્લીનરનું મોડલ તૈયાર કરવામાં આવ્યું છે. જે મોડલને નામાંકિત સંશોધન એજન્સીઓ માટે પણ પસંદગી કરવામાં આવી રહી છે. આ કેનાલ ક્લીનર બોટ પાણીમાં જઈ પહેલા તો તેની આગળ રહેલી કટર દ્વારા કચરો કાપી ને બેલ્ટ પર ફેંકે છે. બાદમાં બકેટ દ્વારા તેને બહાર લઈ જવાય છે. જેતે કચરો ખાતર બનાવવા કે અન્ય પ્રોસેસિંગ માટે પણ કામ લાગે છે. આમ પાણીના પ્રદુષણને રેગ્યુલર નિયંત્રિત કરવા મહત્વનું બની શકે છે. બાળકોએ રોબોટ બનાવ્યો છે.

અહીંના લેબ ઇન્ચાર્જ લક્ષ્મણભાઇ કહે છે કે, ' બાળકો આ લેબમાં ઘણી નવી નવી વસ્તુઓ બનાવે છે. પહેલા વિદ્યાર્થીઓને ઘણાં સાધનો બનાવવા માટે કુતૂહુલ થતું પરંતુ તેઓ તેનો અમલ કરીને બનાવી ન શકતાં. પરંતુ હવે બાળકો આસપાસનું અવલોકન કરીને તેમને પડતી મુશ્કેલીઓને ઉકેલવા માટેના ઘણાં સાધનો બનાવી રહ્યાં છે. જેનાથી તેમનો તો વિકાસ થાય છે સાથે સાથે આ નગરનો પણ વિકાસ થાય છે.'

(6:03 pm IST)