Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

દહેગામ નજીક ફેકટરીના પ્રદુષિત પાણીથી રહીશો ત્રાહિમામ

દહેગામ:તાલુકાના સાંપા પંચાયતમાં આવતા કાલિપુરા ગામની બાજુમાં વર્ષોથી આવેલી એક મેટલ ફેક્ટરી દ્વારા કરવામાં આવતું પ્રદૂષણ વધી જતાં ગામ લોકો રોષે ભરાયાં છે. સ્કૂલમાં જતા બાળકોને શ્વાસ લેવામાં પડતી તકલીફને મુદ્દે ગ્રામજનો દ્વારા શાળાના આચાર્યને ઉપર રજૂઆત કરવા જણાવ્યું હતું. ગ્રામજનોએ જણાવ્યું કે વર્ષોથી આ ફેક્ટરી અહીંયા આવેલી છે પણ કોઇ કઇ કરી શકતું નથી. અધિકારીઓ આવે છે પણ ખબર નહિ કેમ પાછાં જતા રહે છે. આ મુદ્દે કાલીપૂરા ગામના ખેડૂત લક્ષ્મીકાંત પટેલ જેમની જમીન બિલકુલ ફેક્ટરી નજીક આવેલી છે. તેમણે જણાવ્યું કે છેલ્લા ૧૫ વર્ષથી આ ફેક્ટરી અહીંયા છે અને આ ફેક્ટરી દ્વારા પ્રદૂષણ ફેલાય જ છે પણ તેની અસર થતી ન હતી. પણ હવે તેની અસર વર્તાઇ રહી છે. ખેત પેદાશોમાં, તળાવના પાણીમાં એટલું જ નહિ પણ વર્ષોથી આ તળાવ પાસે આવેલી આ રાયણના જાળમાં ફળો આવતા બંધ થઇ ગયા છે. અમે ખેતરમાં કામ કરતા હોઇએ ત્યારે ધુવાડા ના કારણે અમારા કપડાં કાળા પડી જાય છે. 
 

(5:41 pm IST)