Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

દમણની કંપનીએ 3.50 કરોડનો ખોટો કલેઇમ કરી છેતરપિંડી આચરતા ફરિયાદ

વાપી:દમણની ફાર્માસ્યુટીકલ કંપનીએ કરેલા રૂ.૩.૫૦ કરોડની રકમના ખોટા ક્લેઈમને ડિરેક્ટોરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સે પકડી પાડયો છે. કંપનીએ ઈનવોઈસમાં ઓવર વેલ્યુએશન દર્શાવી ખોટી રીતે રિબેટ માટે ક્લેઈમ કર્યો હોવાનું ધ્યાને આવતાં ડીજીસીઈઆઈએ કામગીરી કરાતાં અન્ય ફાર્મા કંપની સંચાલકોમાં ફફડાટ પેસી ગયો છે. દમણના ડાભેલ વિસ્તારમાં કાર્યરત અલ્કેમ લેબોરેટરીઝ નામક કંપની મોટાભાગની દવાઓની વિદેશમાં નિકાસ કરે છે. કંપનીમાં મોટાભાગનું જોબવર્ક કામ થાય છે. કંપનીએ ઈનોવસમાં ઓવર વેલ્યુએશન દર્શાવી ખોટી રીતે રીબેટ ક્લેઈમ કર્યો હોવાની ડિરેક્ટોરેટ જનરલ ઓફ સેન્ટ્રલ એક્સાઈઝ ઈન્ટેલિજન્સને માહિતી મળતાં ગુપ્ત રીતે તપાસ આદરી હતી. ડીજીસીઈઆઈએ બાતમીના આધારે હાથ ધરેલી પ્રાથમિક તપાસમાં રૂ.૩.૫૦ કરોડનો ખોટી રીતે ક્લેઈમ મેળવ્યો હોવાનું ધ્યાને આવતાં કંપનીના દસ્તાવેજો ચકાસ્યા હતા. જેમાં રૂ.૩.૫૦ કરોડની રકમ ખોટી રીતે મેળવી હોવાનું સાબિત થતાં કંપની દ્વારા તાત્કાલિક ધોરણે તેની ભરપાઈ કરી દેવામાં આવી હતી. જોકે આ મામલે હજુ તપાસ ચાલુ હોવાથી વધુ માહિતી મેળવી શકાઈ નથી.
 

(5:40 pm IST)