Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

સુરતમાં જયપુરના વેપારીએ કાપડ ખરીદી 39.34 લાખની છેતરપિંડી આચરી

સુરત: સલાબતપુરા અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં દુકાન ધરાવતા પરવત પાટીયાના વેપારી પાસે જયપુરના દલાલ મારફતે રૃ. ૩૯.૩૪ લાખનું કાપડ ખરીદી જયપુરના જ છ વેપારીએ પેમેન્ટ કર્યું ન હતું અને તે પૈકીના બે વેપારી દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા. વિગતો મુજબ પરવત પાટીયા વાટીકા ટાઉનશીપ સી-૬૦૪માં રહેતા શશાંકભાઇ શશીભાઇ જૈન (ઉ.વ. ૨૫) સલાબતપુરા અનમોલ ટેક્સટાઇલ માર્કેટમાં કાપડનો વેપાર કરે છે. ગત ફેબુ્રઆરી માસમાં રાજસ્થાનના જયપુર ખાતે ઝોહરી બજાર સ્થિત શાહ ભવનના બીજા માળે ૩૬૭૨માં ઓફિસ ધરાવતા કાપડ દલાલ નરેન્દ્ર જૈને શશાંકભાઇનો સંપર્ક કરી જયપુરના વેપારીઓનો કાપડનો ઓર્ડર આપ્યો હતો. આથી શશાંકભાઇએ ખુશી ફેશન, સની ક્રિએશન, લક્ષ્મી ક્રિએશન, મનપસંદ સાડીપ્રિન્સ સાડી અને રિધ્ધી-સિધ્ધીને આજદિન સુધી રૃ. ૩૯,૩૪,૦૨૬નો કાપડનો જથ્થો મોકલ્યો હતો. પરંતુ ખુશી ફેશનના રાજેશકુમાર શર્મા (રહે. વિષ્ણુ પ્રિયા પરિસર, બાપુ બજાર, જયપુર), સની ક્રિએશનના તીકમચંદ માલી (રહે. ૩૨, બારાહજી ગલી, ગંગોરી બજાર, જયપુર), લક્ષ્મી ક્રિએશનના લક્ષ્મી શર્મા (રહે. ૨૪૮૭, જોહરી બજાર, જયપુર), મનપસંદ સાડીના સતીશકુમાર જૈન (રહે. ૮૧૪, લાલજી સાદકા રસ્તા, જયપુર), પ્રિન્સ સાડીના અમરચંદ શર્મા (રહે. બિલ્ડીંગ નં. ૩૮૩૬, નાયો કી ગલી, જયપુર) અને રિધ્ધી સિધ્ધીના બાબુલાલ ગોલાદા (રહે. હાઉસ નં. ૮, મેઇન ગણેશનગર, જોટવાડા, જયપુર)એ કાપડ ખરીદયા બાદ  નિર્ધારીત સમયમાં પેમેન્ટ ચૂકવ્યું ન હતું અને તે પૈકી અમરચંદ શર્મા અને બાબુલાલ ગોલાદા તેમની દુકાન બંધ કરી ફરાર થઇ ગયા હતા.
 

(5:40 pm IST)