Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

લગ્નના ચાર જ મહિનામાં વડોદરાની પરિણીતાએ મહેણાંથી કંટાળી ફાસો ખાધો

વડોદરા: લગ્નના ચાર મહિનાના ગાળામાં જ સાસરિયાંના ત્રાસથી કંટાળીને આત્મહત્યા કરી લેનાર માનસીના સાસરિયાં સામે ગુનો નોંધવામાં આવ્યો છે. મકરંદ દેસાઇ રોડ પર દેવનગરમાં રહેતી માનસી શનાભાઇ સોલંકીના લગ્ન ચાર મહિના પહેલાં જ ગોરવાની અંબિકા પાર્ક સોસાયટીમાં રહેતા ચેતન સાથે લગ્ન થયા હતા.સાસરિયાંના ત્રાસથી કંટાળેલી માનસીએ ગઇકાલે સવારે પિતાને ત્યાં ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. માનસીના પિતા શનાભાઇ સોલંકીએ પોલીસને જણાવ્યું હતું કે,માનસીને તેના પતિ તેમજ સાસુ-સસરા,દાદા-દાદી અને નણંદ તું પિયરમાંથી કાંઇ લાવી નથી..તને કાંઇ બનાવતા આવડતું નથી..ચેતન સાથે છૂટાછેડા અપાવી અમે તેને સારી  જગ્યાએ પરણાવીશું..તેમ કહી મહેણાં મારતા હતા. પિતાને ત્યાં આવી ગયેલી માનસીએ ગઇકાલે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધું હતું
 

(5:40 pm IST)