Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

વડોદરા: વર્ક પરમીટના વિઝા આપવાનું કહી ઠગાઈ આચરતા દંપતી મલેશિયામાં ફસાણું

વડોદરા:શહેરના સમા વિસ્તારમાં રહેતા દંપતી સહિત ચાર વ્યકિતઓને શહેરના વીઝા કન્સલટન્ટે વર્ક પરમીટ અપાવવાની ખાત્રી આપીને વિઝિટર વીઝા પર મલેશિયા મોકલી દીધા બાદ તેઓની વર્ક પરમીટની કાર્યવાહી નહી કરતાં દંપતી સહિત ત્રણ વ્યકિતઓ મલેશિયમાં ફસાઈ ગઈ છે. આ પૈકી એક યુવક વિઝિટર વીઝાની મુદત પુરી થાય તે પહેલા જ અત્રે પરત ફરતા તેણે આ ઠગાઈ અંગેની પોલીસ કમિશ્નરને ફરિયાદ કરી હતી. શહેરના કારેલીબાગ વિસ્તારના શિલ્પગ્રીન્સમાં રહેતા ૨૭ વર્ષીય કપિલ પટેલ ખાનગી કંપનીમાં ફરજ બજાવે છે. તેમને શહેર પોલીસ કમિ.ને આપેલી અરજીમાં જણાવ્યું છે કે મારે મલેશિયામાં નોકરી કરવાની હોઈ મે સુભાનપુરા વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસેની ખુશી ઓવરસીસના સંચાલક ચિંતન પ્રજાપતિનો સંપર્ક કર્યો હતો. ચિંતને પુરેપુરા નાણાં મળ્યા બાદ વીઝા અને ટિકિટ મળશે તેમ જણાવતા મે તેને તબક્કાવાર ૧.૪૯ લાખ આપ્યા હતા. અમે સ્ટેમ્પ પેપર પર કરાર કર્યો હતો જેમાં મને મલેશિયા ખાતે વર્ક પરમીટ અને માય સે કાર્ડ આપવાની અને એક વર્ષ સુધી વર્ક પરમીટની ખાત્રી આપી હતી. ગત ૨૯મી જુને ચિંતને વીઝા આપતા હું ગત ૨જી જુલાઈએ મલેશિયા ગયો હતો પરંતું ત્યાં કોઈ એજન્ટ લેવા નહી આવતા ત્યાંના ઈમીગ્રેશન ડિપાર્ટમેન્ટના ઓફિસરે મને પકડીને કસ્ટડીમાં બેસાડયો હતો અને ૪૫૦ રીંગીટ લીધા બાદ મને છોડયો હતો. 

 

(5:39 pm IST)