Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

આણંદ નજીક વિદ્યાનગરમાં ચીફ ઓફિસરે રક્ષણ આપવાની વાત કરતા કલેકટરે વાતને નકારી

આણંદ:પાસેના વલ્લભવિદ્યાનગર પાલિકાના પૂર્વ પ્રમુખ તથા તેમના મળતીયાઓ દ્વારા છેલ્લા ઘણાં સમયથી કથિત ભ્રષ્ટાચાર આચરવામાં આવતો હોવાના આક્ષેપ વચ્ચે તા.૩૦મી એ સોમવારના રોજ પાલિકાના ચીફ ઓફિસર તથા પાલિકાના પૂર્વ પ્રમુખ સહિત કુલ ત્રણ વ્યક્તિઓ વચ્ચે બોલાચાલી  થઈ હતી. જેમાં ચીફ ઓફિસરે કલેક્ટર સમક્ષ પોતાને પ્રોટેક્શન આપવાની રજુઆત કરી હતી. પરંતુ કલેક્ટર દ્વારા આ રજુઆતને ફગાવી દેવાઈ છે. સોમવારના રોજ ચીફ ઓફિસર અને પૂર્વ પ્રમુખ વચ્ચે થયેલ બોલાચાલીએ આજે એક નવો વળાંક લીધો હતો.જેમાં ચીફ ઓફિસર દ્વારા થયેલ બોલાચાલી સંદર્ભે આણંદ જિલ્લા કલેક્ટર રાણાને પોતાને પ્રોટેક્શન આપવાની રજૂઆત કરી હતી. આ સમગ્ર ઘટનામાં વલ્લભવિદ્યાનગર સ્થિત નગરપાલિકાના શાસકો દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી વિકાસના કામોમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાનો આક્ષેપ પાલિકાના ચીફ ઓફિસર દ્વારા જ કરવામાં આવતા ભારે ચકચાર મચી જવા પામી છે. રોડનું નિર્માણ કાર્ય હોય કે અન્ય વિકાસના કામો, મોટાભાગના કામોમાં ટેન્ડર પ્રક્રિયામાં ગોટાળા કરી પોતાના મળતીયાઓને કામોના કોન્ટ્રાક્ટ અપાવવાનો વ્યવસ્થિત કારસો પાલિકાના શાસકો દ્વારા કરવામાં આવતો હોવાની બુમ ઉઠી છે. 
 

(5:39 pm IST)