Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અરવલ્લીના બાયડમાં પશુ આહારની સામગ્રીના વેપારી સાથે 23 લાખની ઠગાઈ થતા પોલીસ ફરિયાદ

અરવલ્લી: જિલ્લાના બાયડ નગરમાં પશુ આહારની સામગ્રીના વ્યવસાય કરતા એક વેપારી સાથે રૂ. ૨૩ લાખ ૭૩ હજારની ઠગાઈ કર્યાનો આક્ષેપ કરતી એક ફરિયાદ ગઈકાલે બાયડ પોલીસ મથકમાં નોંધાઈ છે. પોલીસના જણાવ્યા અનુસાર બાયડ નગરની હરિપાર્ક સોસાયટીમાં રહેતા અને જયજલારામ ટ્રેડિંગ કંપનીના નામથી પશુ આહારનો જથ્થાબંધ વેપાર કરતા નટવરભાઈ છનાભાઈ બ્રહ્મભટ્ટની ફરિયાદના આધારે રમણભાઈ મંગળભાઈ પટેલના વિરૃદ્ધ ઇ.પી.કો. કલમ ૪૦૬ તથા ૪૨૦ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. બાયડ પોલીસ મથકમાં વિશ્વાસઘાત અને ઠગાઈનો આક્ષેપ કરતી ગઈકાલે વેપારી નટવરભાઈ બ્રહ્મભટ્ટે નોંધાવેલી ફરિયાદમાં એવી રજૂઆત કરી છે કે, ગત તા. ૨૬મી મે ૨૦૧૮ના રોજ આરોપી રમણ મંગળભાઈ પટેલ તેમની જલારામ ટ્રેડિંગ કંપનીમાં આવ્યા હતા અને પશુ આહારનો જથ્થો ખરીદવાની વાતચીત કરી હતી. જે દરમ્યાન ખરીદીના પૈસા બાકી રાખવાનું કહ્યું હતું ત્યારબાદ ફરિયાદીની કંપનીમાંથી રૂ. ૨૩.૭૫ હજારની કિંમતના પશુ આહારની ખરીદી કરી હતી. 
 

(5:38 pm IST)