Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

અમદાવાદ-વડોદરા હાઇવે પર મોગરની સીમમાં પિક્ચર કરતા ક્લીનરનું કન્ટેનરની હડફેટે મોત

અમદાવાદ:અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આવેલા મોગર ગામની સીમમાં ટેલરનું પંક્ચર પડેલું ટાયર બદલી રહેલા ક્લીનરને પાછળથી પુરપાટ ઝડપે આવી ચઢેલા ટેલરે ટક્કર મારીને કચડી નાંખતા તેનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યુ મોત નીપજ્યું હતુ. આ અંગે વાસદ પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ઘરી છે. 
અકસ્માતની મળતી વિગતો અનુસાર ગઈકાલે મધ્યરાત્રીના અઢી વાગ્યાના સુમારે એક્સપ્રેસ હાઈવે પર આવેલા મોગર ગામની સીમમાંથી પસાર થઈ રહેલા ટેલર નંબર જીજે-૦૫, વાયવાય-૭૯૫૫ને પંક્ચર પડતાં ડ્રાયવરે ટેલરને એક સાઈડે ઊભુ કરી દીધું હતુ અને ક્લીનર દ્વારા ટાયર બદલવાનું ચાલુ કર્યું હતુ. ક્લીનર મહેન્દ્રસિંહ લાલસિંહ રાવત (ઉ. વ. ૨૮)જેક ચઢાવી રહ્યો હતો ત્યારે પાછળથી પુરપાટ ઝડપે એક ટેલર નંબર એમએચ-૪૬, બીબી-૮૭૭૯નું આવી ચઢ્યું હતુ અને મહેન્દ્રસિંહને અડફેટે લઈને કચડી નાંખતા તેનું મોત થયું હતુ. 
ઘટનાની જાણ થતાં જ વાસદ પોલીસ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગઈ હતી અને મૃતકની લાશનો કબજો લઈને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

(5:37 pm IST)