Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

મહુધાના મહિસામાં ચોરીના ગુનાહમાં ત્રણને જેલ હવાલે કરાયા

મહુધા: તાલુકાના મહીસા ગામે રહેતા મિતેશ મહેન્દ્રભાઈ કાછીયા પટેલના કરિયાણાના ગોડાઉનમાંથી તેલના ડબ્બા તેમજ દાળ મળી રૂપિયા ૨૫૦૪૦ની મતાની ચોરી થઈ હતી. આ બનાવ અંગે મહુધા પોલીસમાં ફરિયાદ નોંધાતા પોલીસે સીસીટીવી કુટેજ આધારે સરદારપુરામાં રહેતા સુરેશ ઉર્ફે સૂર્ય પુનમભાઈ ઝાલા, નૈનષ ઉર્ફે ભૂરિયો પુનમભાઈ ઝાલા તથા વિશાલ નટવરભાઈ ભોજાણીની અટક કરી ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. 
આ ત્રણે ઈસમોની પૂછપરછ કર્યા બાદ કોર્ટમાં રજૂ કર્યા હતા. જ્યાં તેમને જ્યુડીશ્યલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કરતાં બિલોદરા જેલ હવાલે કરાયા હતા. 

(5:37 pm IST)