Gujarati News

Gujarati News

News of Thursday, 2nd August 2018

ગળતેશ્વરના જુના વનોડાની યુવતીને ખેતરમાં લઇ જઈ દુષ્કર્મ આચરનાર નરાધમ વિરુદ્ધ ગુનો દાખલ

ગળતેશ્વર:તાલુકાના જૂના વનોડાની યુવતીને ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મ ગુજારનાર યુવક સામે સેવાલિયા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. 
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ ગળતેશ્વર તાલુકાના જૂના વનોડામાં રહેતી યુવતીને ગઈકાલે રાત્રે રમેશભાઈ અમરતભાઈ ભરગર તું મારી સાથે ચાલ તેમ કહેતા યુવતીએ ઈન્કાર કર્યો હતો. જેથી રમેશભાઈ ભરગર યુવતીનું મોઢું દબાવી કહેલ કે તું બૂમો પાડીશ તો જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી યુવતીને ખેતરમાં ખેંચી જઈ દુષ્કર્મ આચર્યું હતું. 
આ બનાવ અંગે યુવતીની માતાની ફરિયાદ આધારે સેવાલિયા પોલીસે રમેશભાઈ અમરતભાઈ ભરગર સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(5:37 pm IST)